
કોઈ પણ બાળક દુનિયામાં પ્રવેશ કરે તે પહેલા, જો કોઈ માતા કરતાં સૌથી ખુશ હોય, તો તે પિતા છે. એક માણસ તેના જીવનમાં સૌથી ખુશ છે જ્યારે તેને ખબર પડે છે કે તે પિતા બનવાનો છે. પરંતુ આવી સ્થિતિમાં, જો કોઈ પુરુષ તેની પત્ની ગર્ભવતી હોવાના સમાચાર સાંભળીને ખુશ થવાને બદલે આશ્ચર્ય પામે. જો તે આમાં માનતો નથી અને તેની પત્ની પર શંકા કરવાનું શરૂ કરી દે તો !
ચાલો આજની પોસ્ટ પર આવા જ એક માણસ વિશે જાણીએ જે પોતાની પત્ની માતા બનવાના સમાચારથી પરેશાન હતો. પરંતુ તેની શંકાનું એક કારણ છે… ચાલો જાણીએ તે કારણ શું હતું. ખરેખર આ માણસે બે વર્ષ પહેલા તેની નસબંધી કરાવી હતી. આવી સ્થિતિમાં, તેની પત્નીને ગર્ભવતી બનાવવી તેના માટે અશક્ય હતું. પરંતુ જ્યારે તેને ખબર પડી કે હજુ તેની પત્ની ગર્ભવતી છે, તો આ સાંભળીને તે ચોંકી ગયો.
આવી સ્થિતિમાં, તેના મનમાં ઘણા પ્રશ્નો આવવા લાગ્યા જેમ કે, ‘શું આ બાળક મારું છે’, ‘જો આ બાળક મારું નથી, તો શું મારી પત્નીનું કોઈ બીજા સાથે અફેર છે’, ‘શું મારી પત્ની મને છેતરી રહી છે ? .આવા બીજા ઘણા વિચારો આવવા લાગ્યા. તેને શું કરવું તે સમજાતું નહોતું.
આવી સ્થિતિમાં પોતાના મનની મૂંઝવણ દૂર કરવા માટે તેણે પોતાની મન કી બાત Reddit નામની સોશિયલ વેબસાઈટમાં પોસ્ટ કરી.
આ એક એવી વેબસાઈટ છે જ્યાં અનેક પ્રકારના મુદ્દાઓ સાથે સંબંધિત બાબતોની ચર્ચા કરવામાં આવે છે. અહીં તેની નસબંધી હોવા છતાં ગર્ભવતી બનેલી પત્ની વિશે તેણે લોકો સમક્ષ સવાલ કર્યા ત્યાં તો ઘણા લોકોએ આ પોસ્ટ પર પોતાનો અભિપ્રાય આપીને પ્રતિક્રિયા આપી દીધી
આવીજ પોસ્ટમાં એક વ્યક્તિએ લખ્યું કે , ‘મારી પત્ની ત્રીજા બાળકની માતા બનવા જઈ રહી છે. જોકે મેં 2 વર્ષ પહેલા મારી નસબંધી કરાવી હતી. તો શું મારી પત્ની કોઈ બીજા સાથે સંબંધ ધરાવે છે ? અમે બંને સાથે રહીએ છીએ, એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. અમે એકબીજા સાથે ખુલીને વાત કરતા હોયે છે, દરેક વાત એક બીજા સાથે શેર કરે છે. હું માનતો નથી કે મારી પત્ની મારી સાથે છેતરપિંડી કરી શકે છે. એ વ્યક્તિએ આગળ લખ્યું, ‘જો કે, હું મારા નસબંધી વિશે પાક્કી ખાતરી આપી શકતો નથી.’
આવીજ રીતે એક ડોકટરે જણાવ્યું કે આવી સ્થિતિમાં તમારે એક સારા ડોક્ટરની સલાહ લય તપાસ કરાવી જોયે જેથી કરીને તમે જાણી શકો કે તમારી નસબંધી યોગ્યરીતે થાય છે કે કેમ..ઘણી વાર નસબંધીમાં ખામી ને કારણે આવી સમસ્યા આવતી હોય છે…..