Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • સુરતમાં ભારે વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ તૂટી જતાં વાહનચાલકોને હેરાનગતિ, ડભોલીમાં ભૂવો પડતાં બસ ફસાઈ
  • GUJARAT

સુરતમાં ભારે વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ તૂટી જતાં વાહનચાલકોને હેરાનગતિ, ડભોલીમાં ભૂવો પડતાં બસ ફસાઈ

Real September 30, 2021
WhatsApp Image 2021-09-30 at 11.22.17 AM
Spread the love

સુરત શહેરમાં છેલ્લા પંદર દિવસથી જે પ્રકારનો વરસાદ ખાબકી રહ્યો છે. તેના કારણે રોડ રસ્તાઓ તૂટી ગયા છે. દર વખતે ચોમાસા દરમિયાન આ જ પ્રકારની સ્થિતિ સુરત શહેરમાં જોવા મળતી હોય છે. રસ્તામાં ખાડાઓ પડેલા જોવા મળે છે અને ભુવો પડવાના કિસ્સાઓ પણ વધી જતા હોય છે. રોડ બનાવનાર કોન્ટ્રાકટરો દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી ન હોવાને કારણે સુરતીઓને ચોમાસા દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

બસ ફસાઈ ગઈ
ડભોલી બાલાજી નગર પાસે ભૂવામાં ટ્રાવેલ્સ ફસાઈ હતી. યોગીધારા ટ્રાવેલ્સ ના ચાલક જ્યારે ગાડી હંકારીને રોડની સાઇડ પર થી પસાર થઇ રહ્યા હતા ત્યારે ટ્રાવેલ્સના પાછળના પૈડાં ભૂવામાં ફસાઈ ગયા હતા. જેમાંથી બહાર લાવવા માટે ભારે જહેમત કરવી પડી હતી. ભૂવામાં ટ્રાવેલ્સ ફસાઈ જતા ગાડીની પાછળ નો ભાગ રોડ ટચ થઈ ગયો હતો. જેસીબી મશીનની મદદથી ટ્રાવેલ્સ અને કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

યોગ્ય કામગીરી ન થતાં હાલાકી
સામાન્ય સભામાં પણ આ વખતે શહેરના રસ્તાઓની બિસ્માર હાલત નો પ્રશ્ન ખૂબ જ ઉગ્રતાથી રજૂ થયો હતો. પરંતુ શાસકો દ્વારા કોઈ નક્કર પગલા લેવાયા નથી. રાજકીય રીતે ખૂબ જ વિરોધ થયા બાદ કેટલાક કિસ્સાઓમાં માત્ર રોડ ઉપર થીગડાં મારવા ની કામગીરી કરીને સંતોષ માની લેવામાં આવે છે. લોકોએ ભરેલા કરોડો રૂપિયાનો ટેક્સ આ રીતે વરસાદી પાણીમાં હંમેશા ખોવાઈ જતો જોવા મળે છે પરંતુ કોન્ટ્રાકટર સામે જે રીતે શાસક પક્ષ દ્વારા કાર્યવાહી થવી જોઈએ તે થતી ન હોવાને કારણે વાહનચાલકોને તેની મુશ્કેલીનો સામનો કરવો પડે છે

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ગરૂડ પુરાણ મુજબ સવારે 8 વાગ્યા પછી નહાવાથી આવું થાય છે જાણો નહાવાનો શુભ સમય…..
Next: હીરા ઉદ્યોગના અગ્રણી ગોવિંદ ધોળકિયાનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાયુ

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.