
સુરત ને કર્મભૂમિ બનાવી સ્થાયી થયેલ સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજ હવે શિક્ષણક્ષેત્રે પણ મજબુત બની રહયો છે. સુરત શહેર માં સૌરાષ્ટ્ર પટેલ સમાજના ૧૦૦૦ ચાર્ટડ એકાઉન્ટન્ટ પ્રેક્ટીસ કરી રહ્યા છે. જે આવનારા સમય માં સુદ્દઢ સમાજ નિર્માણ માં મહત્વ નો ભાગ બનશે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે CA સાથે સ્નેહગોષ્ઠી નું આયોજન કર્યું હતુ. સુરત ખાતે ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે
હોસ્ટેલ પ્રોજેક્ટ અંગે માહિતી આપવા માટે કાર્યક્રમનું આયોજન થયું હતુ. ૧૯૮૦ માં સુરત ખાતે સૌરાષ્ટ્ર પટેલ સમાજ ના ૮ થી ૧૦ CA પ્રેક્ટીસ કરતા હતા આજે ૧૦૦૦ સંખ્યા પહોચી છે. જે સમાજની એક તાકાત બનવાની છે. ત્યારે સુરત ખાતે નિર્માણ પામનાર ભાઈઓ માટે વિદ્યાર્થીભવન અને અતિથી ગૃહ ઉપરાંત બહેનો માટે મહિલાભવન બનાવવા માટેનું આયોજન છે.
સીનીયર સી.એ અને વરાછાબેંક ના એમ.ડી શ્રી જી.આર. આસોદરિયા, સી.એ હરેશભાઈ કાપડિયા ચેમ્બર્સ ના માજી પ્રમુખ દિનેશભાઈ નાવડિયા તથા સૌરાષ્ટ્ર પટેલ ભવન ના પ્રમુખ શ્રી મધુભાઈ સભાયા ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજના સીનીયર મોસ્ટ CA જીવરાજભાઈ કાકડિયાનું અભિવાદન કરવા માં આવ્યુ છે.
એક સમયે ભાઈઓ ને પણ CA બનવુ મુશ્કેલ લાગતુ હતું. ત્યારે આજે માત્ર સુરતમાં ૧૫૦ CA બહેનો પ્રેક્ટીસ કરી રહી છે. જેમાં ૨૩ બહેનો એકલી સ્વતંત્ર રીતે પ્રેક્ટીસ કરે છે. તે બહેનો ને નારી શક્તિ ગૌરવ એવોર્ડ આપી સન્માનિત કરવા માં આવી છે.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ના પ્રમુખશ્રી કાનજીભાઈ આર. ભાલાળાએ જણાવ્યુ હતું જેમાં કોઈ એકજ સમાજના ૧૦૦૦ CA એકજ શહેર માં પ્રેક્ટીસ કરતા હોય તેવું દુનિયામાં ક્યાય નથી ખરેખર સૌરાષ્ટ્ર પટેલ સમાજ ના ૧૦૦૦ યુવા CA મિત્રો સુરત નું ગૌરવ અને તાકાત બનશે. સમાજ અને રાષ્ટ્ર આવા શિક્ષિત યુવાનો પાસેથી મોટી અપેક્ષા રાખી છે. સુરતમાં CA માટે કોચિંગ ની સારી સુવિધા છે. ત્યારે સૌરાષ્ટ્ર પટેલ સમાજ ની હોસ્ટેલ વ્યવસ્થા ને કારણે હજુ વધુ CA બનવા માટે મોટી તક ઉભી થશે.
CA જી. આર.આસોદરિયા એ જણાવ્યુ કે CA તે માત્ર સમાજ નહિ પણ રાષ્ટ્ર ની ખરી તાકાત છે. નિષ્ઠા, પ્રમાણિકતા અને રાષ્ટ્ર હિત ને ધ્યાન મા રાખી પ્રેક્ટીસ થાય તે ખુબ જરૂરી છે. તેમણે સમાજ અને રાષ્ટ્ર ને સુદ્રઢ બનાવવા CA હરેશભાઈ કાપડિયા એ પણ સૌરાષ્ટ્ર પટેલ સમાજની ૪૦ વર્ષની સેવા પ્રવૃતિઓ નો પરિચય આપ્યો હતો.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરત ખાતે આગામી વિજયા દશમી એ ખાતમુર્હત સમારોહ યોજનાર છે. ત્યારે પધારવા આગોતરુ નિમંત્રણ આપવા અને સમાજના આ પ્રકલ્પ માં સહયોગી બનવા ઉપપ્રમુખ સવજીભાઈ વેકરીયા એ આહવાન કર્યું હતું. લોક સમર્પણ બ્લડ બેંક ના પ્રમુખશ્રી હરિભાઈ કથીરિયા અને વરાછા બેંક ના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા એ સમાજની તાકાત ને બિરદાવી હતી. સંસ્થા ના મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુકે આભારવિધી કરી હતી. સુરતમાં પ્રેક્ટીસ કરતા ૭૦૦ થી વધુ CA મિત્રો નો સંપર્ક કરી સંકલ્પ માટે સી.એ. શૈલેષ લાખણકિયા, જીગ્નેશ મેધાણી તથા પ્રતિક રાદડિયા તેમજ રોટરેક્ટ કલબના પ્રેસિડેન્ટ જયદીપ ગજેરા તેમજ તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. મનીષભાઈ વઘાસીયા એ CA સાથે ની સ્નેહગોષ્ઠી નું સરસ સંચાલન કર્યું હતું. આ પ્રસંગે યુવા બિલ્ડર પરિમલભાઈ સાવલિયા તથા રામકૃષ્ણ ડાયમંડ ના શ્રી ગોવિંદભાઈ કયાડા દાતા ટ્રસ્ટી તરીકે જોડાયા તે બદલ તે ઓનુ અભિવાદન કરવા માં આવ્યુ હતુ.