
આ શનિદેવની ચમત્કારી મૂર્તિ પર તેલ ચડાવીને દર્શન કરવાથી આપરા જીવનમાં આવતા દુઃખો દૂર થાય છે.હિન્દૂ ધર્મમાં કહેવાય છે શનિદેવની શુભદ્રષ્ટિ હોય ત્યારે રંક વ્યક્તિ પણ રાજા બની જાય છે.આ મંદિર બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામે આ મંદિર ખુબજ પ્રખ્યાત છે
અને હજારો લોકો દરરોજ મંદિરે શનિદેવના દર્શને આવતા હોય છે.હનુમાનજીના ભક્તને શનિદેવ ક્યારેય હેરાન કરતા નથી શનિદેવને તેલ શામાટે ચડાવામાં આવે છે.શનિદેવને પ્રસન્ન કરવા માટે કાળા તલ અને કાળા કપડાંનું દાન કેમ કરવામાં આવે છે.
જયારે હનુમાનજી પોતાના કાર્યમાં વ્યસ્ત હતા ત્યારે શનિદેવ ત્યાં આવીને ખલિલ પહોંચાડતા હતા.ત્યારે હનુમાનજીએ રોક્યા હતા પરંતુ શનિદેવ માન્યા નહિ.ત્યારે હનુમાનજીએ પોતાની પૂંછ વડે શનિદેવને પકડી રાખ્યા હતા
અને પટકાયા હતા ત્યારે તેમને ઇજા થઈ હતી ત્યારે હનુમાનજીનું કામ પૂરું થયું ત્યારે શનિદેવને તેલ આપવામાં આવ્યું હતું તે તેલ ઇજા પર લગાવ્યું હતું તેનાથી શનિદેવની પીડા શાંત થઈ હતી ત્યારથી શનિદેવને તેલ ચડાવામાં આવે છે.
એકવાર લંકાના રાજાએ શનિદેવને કેદ કર્યા હતા જયારે હનુમાનજી સીતાની શોધમાં લંકા ગયા હતા ત્યારે શનિદેવને કેદ માંથી છોડાવે છે ત્યારે શનિદેવ હનુમાનજીને વચન આપે છે કે જે હનુમાનજીની ભક્તિ કરશે તેને વધુ પીડિત નહિ કરે તેથી મુશ્કેલ સમયમાં હનુમાનજીની ભક્તિ કરતા હોય છે જેથી કરીને શનિદેવને શાંત કરી શકાય.