
આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિનના ઉપલક્ષમાં સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્તમ લોકોને વેક્સીન મળે તે માટે ગોઠવાયેલા વ્યવસ્થા તંત્રના કારણે સાંજે 6 વાગ્યા સુધીમાં રેકોર્ડતોડ અંદાજે 1 લાખ 75 હજાર જેટલા લોકોને કોરોના વિરોધી રસી મૂકી આપવામાં આવી હતી. આજે સુરતમાં સેંકડો સ્થળો પર વેક્સીનેશ કેમ્પ યોજવામાં આવ્યા હતા.
સુરત મહાનગરપાલિકાની આગેવાની હેઠળ ખાનગી, એન.જી.ઓ., શૈક્ષણિક વગેરે સંસ્થાઓએ મળીને જબરદસ્ત વેક્સીનેશન કાર્યવાહી હાથ ધરી હતી અને તેના કારણે જ વેક્સીનનો સૌથી તોતિંગ રેકોર્ડ સુરત દ્વારા પાર પાડવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ કર્યું આ ટ્વીટ
In Surat city, Record number of Maximum vaccination of 1,43,909 people vaccination done and counting today
— Banchha Nidhi Pani (@banchha1) September 17, 2021