
સુરત મ્યુનિસીપલ વિસ્તારની હોટલ અને રેસ્ટોરન્ટમાં આગામી દિવસોમાં વેક્સીનેશન કરવામા આવ્યું હોય તેવા જ લોકોને પ્રવેશ આપવા માટે કવાયત શરૃ થઈ ગઈ છે.
સુરતમાં હાલમાં કોરોના કેસમાં થોડો વધારો થયો છે ત્યાર ૧૦૦ ટકા વેક્સિનેનશન માટે પણ કામગીરી ચાલી રહી છે. દરમિયાન અમદાવાદમાં વેક્સીનેશનને વેગ આપવા માટે હોટલ-રેસ્ટોરન્ટમાં વેક્સિન સર્ટિફિકેટ બતાવીને જ પ્રવેશ આપવા નિર્ણય હોટલ એસો.એ લીધો છે. તે જ રીતે મ્યુનિસિપલ તંત્ર સુરત હોટલ એસોસીએશન સાથે બેઠક કરશે.
આ પહેલાં સુરત મ્યુનિસીપલએ વેક્સીનેશન ટ્રેકીંગ એપ્લીકેશન બનાવી છે જેનો ઉપયોગ કરવા માટે પાલિકા કર્મચારી અને હોટલના કર્મચારીઓને ટ્રેનીંગ આપશે. ત્યારબાદ હોટલ-રેસ્ટોરામાં પ્રવેશ માટે મોબાઇલમાં વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું પડશે. ક્યુઆર કોડ સ્કેન કરાતા વેક્સિનેશનની માહિતી મળી જશે. આગામી દિવસોમાં આ નિયમ અમલી બનાવાશે.