
ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા શાળાઓના 21 દિવસના વેકેશનની જાહેરાત કર્યા બાદ ડાયમંડ ઉદ્યોગમાં પણ 21 દિવસના વેકેસનની જાહેરાત કરવામાં આવી છે.
આ વર્ષ હીરા ઉદ્યોગ માટે ફળ્યું છે. કોરોનાકાળમાં હીરાની ફેક્ટરીઓ બંધ હતી. લોકડાઉન પછી શરૂ થઈ ત્યારે ઈન્ટરનેશલ માર્કેટમાં હીરાની માંગમાં વધારો થયો હતો. પહેલી લહેર બાદ શહેરમાંથી હીરાના એક્સપોર્ટમાં ખુબ જ મોટો વધારો થયો છે. દિવાળીના માસમાં આ વર્ષે હીરાની પેઢીઓમાં 21 દિવસનું વેકેશન જાહેર કરાયું છે.
મોટા ભાગની હીરા પેઢીઓ દ્વારા 1લી નવેમ્બરના રોજથી વેકેશન જાહેર કરાયું છે. જ્યારે અમુક હીરા પેઢીઓ દ્વારા 2-3 નવેમ્બરથી 21 દિવસ વેકેશન જાહેર કરાયું છે. જો કે, કટ એન્ડ પોલિશ્ડ હીરાની ઈન્ટરનેશનલ માર્કેટમાં વધુ ડિમાન્ડ હોવાથી નાના વેકેશનની વાતો ચાલી હતી. પરંતુ રફના ભાવમાં 30% વધારો થતા હવે વેકેશન 21 દિવસનું રાખ્યું છે.