
દિવાળીના તહેવાર ટાણે જ સુરતના ડભોલી રોડ ઉપર આવેલ સરદાર નગર સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી પાણી નહીં આવતાં સ્થાનિકો પરેશાન થઈ ગયા છે.
સ્માર્ટ સીટી સુરત શહેરમાં જ ઘણા વિસ્તારોમાં લોકોને પ્રાથમિક જરૂરીયાત એટલે કે પાણી જ નથી મળતું,સુરત શહેરના ડભોલી રોડ પણ આવેલ સરદાર નગર સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી અહીંના રહેવાસીઓને પાણી જ નથી મળતુ, વાપરવાનું તેમજ પીવાના પાણીની બોટલો મંગાવીને પીવા અહીના રહેવાસીઓ મજબુર બન્યા છે. સોસાયટીવાસીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા દોઢ મહિનાથી પાણી ન આવતું હોવાને કારણે ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અનેક વખત સુરત મહાનગર પાલિકામાં રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી.ત્યારે અહીંના લોકોને સામી દિવાળીએ કયારે પાણી મળશે તેવી રાહ જોઈ રહ્યા છે.