
સુરતના મોટા વરાછા અને સરથાણા વિસ્તારમાં આવેલા ડિ-માર્ટ મોલમાંથી ઘી અને ડ્રાયફ્રૂટને પેટીકોટમાં સંતાડી ચોરી કરનાર એક સગર્ભા મહિલા સહિત ચાર મહિલાઓને પોલીસે રંગેહાથે ઝડપી પાડી છે. એટલું નહિ પણ મોલના સિક્યુરિટી ગાર્ડની સતર્કતા ને લઈ ચારેય મહિલાઓ મોટા વરાછામાં હાથ અજમાવવા જતા પકડાય હોવાનું સામે આવ્યું છે. અમરોલી અને સરથાણા પોલીસે ચારેય ચોર મહિલા મહિલાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રામનિવાસ કોગ સિંગ બધેલ (સિક્યુરિટી ગાર્ડ) એ જણાવ્યું હતું કે, ઘટના બુધવારની સાંજની છે. ચાર મહિલાઓમાં એક સગર્ભા હતી તેઓ બે-બે કરીને મોલમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ અચાનક એક મસાલાનું પેકેટ લઈ બહાર નીકળી જાય છે. શંકા જતા મેં મેનેજરને વાત કરી અને તાત્કાલિક CCTV ચેક કરાવતા મહિલાઓ પેટીકોટમાં કંઈક વસ્તુઓ છુપાડતા કેદ થઈ જાય છે.તાત્કાલિક દોડીને બહાર જોઈએ તો બે મહિલા ઇકો કારમાં બેસી ગઈ હોય છે. બે મહિલા મોલથી થોડે દુર ચાલતા જઇ ઇકો કારમાં બેસે છે. જોકે કોઈ પકડાતું નથી. એટલે મોલના CCTV એલર્ટના ભાગરૂપે બીજા મોલમાં મોકલી સાવચેત કરી દેવાય છે.