
પ્રોજેક્ટ રિસાયકલ અંતર્ગત ભંગાર જૂની સાયકલ મેળવી તેને રિપેર કરી અતિ જરૂરીયાતમંદ બાળકોને સાયકલ વિતરણ કરવાનું મહત્ત્વનું કાર્ય આજે ઇન્રર વ્હીલ ક્લબ ઓફ સુરત ઈસ્ટ તરફથી કરવામાં આવ્યું છે.
સુરતના ટકાઉ વિકાસ માટે પર્યાવરણ તથા ટ્રાફીક સમસ્યાને હળવી કરવા સુરત મહાનગરપાલિકા તરફથી સાયકલ વપરાશ વધે તે દિશામાં પ્રયાસ છે. તેમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત ના પ્રયાસથી ઈન્નર વ્હીલ ક્લબ ઓફ સુરત ઈસ્ટની બહેનોએ સોમવારે પુણાગામની એલ.પી.ડી. હાઈસ્કૂલ ખાતે 35 બાળકોને સાયકલ અર્પણ કરવામાં આવી હતી.
સુરતના ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઈ જોધાણી, સાયકલ મેયરશ્રી સુનિલભાઈ જૈન, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત ના પ્રમુખશ્રી કાનજીભાઇ ભાલાળા તથા મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુકની ઉપસ્થિતિમાં બાળકોને દિવાળીની ખુશી સ્વરૂપે સાઇકલો આપવામાં આવી હતી. ઇન્નર વ્હીલ ક્લબ ઓફ સુરત ઈસ્ટ તરફથી અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. સંસ્થાના પ્રેસિડેન્ટ જયશ્રીબેન ભાલાળા, મંત્રી દિવ્યા મોવલીયા, ઉપપ્રમુખ ચેતના શિરોયા તથા પૂર્વપ્રમુખ વિણાબેન પટેલે મહેમાનોને આવકારી બાળકોને શુભેચ્છા પાઠવી હતી.
પુણાગામ કેળવણી મંડળના પ્રમુખશ્રી ભગુભાઈ, ઉપપ્રમુખશ્રી ડો. નીલેશભાઈ તથા આચાર્ય વિજયભાઈએ સર્વો નું સ્વાગત કરી જરૂરિયાતમંદ બાળકોને 35 સાયકલ અર્પણ વિધિ કરી હતી.