
સૌભાગ્યવતી મહિલાઓ માટે કડવા ચોથ કોઈ ઉત્સવથી કમ નથી. હિંદુ ધર્મમાં કડવા ચોથનુ વ્રત પોતાના પતિના લાંબા આયુષ્ય અને ખુશહાલ વૈવાહિક જીવનની કૃપા મેળવવા માટે રાખવામાં આવે છે. આ કઠોર વ્રતમાંનુ એક માનવામાં આવે છે. મહિલાઓ આ દિવસે નિર્જળા વ્રત કરે છે. સાથે જ આ દિવસે નિરાહાર રહેવામાં આવે છે. આખો દિવસ અન્ન-જળ વિના વ્રત રાખ્યા બાદ મહિલાઓ રાતે ચંદ્ર દેવના દર્શન કરે છે અને પોતાના પતિના હાથે જળ ગ્રહણ કરીને પોતાનુ વ્રત પૂરુ કરે છે. આવો, જાણીએ વર્ષ 2021માં કડવા ચોથનુ વ્રત કઈ તારીખે રાખવામાં આવશે અને આ વ્રત કરવાથી કયા લાભ મળે છે.
કડવા ચોથ વ્રતની તિથિ
- પંચાંગ અનુસાર દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી પર જ કડવા ચોથનુ વ્રત કરવામાં આવે છે.
- ચતુર્થીનો પ્રારંભઃ 24 ઓક્ટોબરના રોજ સવારે 3 વાગીને 1 મિનિટથી.
- ચતુર્થી તિથિનુ સમાપનઃ 25 ઓક્ટોબરે સવારે 5 વાગીને 43 મિનિટ પર.
- વ્રત સાથે જોડાયેલ નિયમો અનુસાર કડવા ચોથનુ વ્રત ચંદ્રોદયવ્યાપિની મુહૂર્તમાં રાખવુ જોઈએ માટે વર્ષ 2021માં કડવા ચોથનુ વ્રત 24 ઓક્ટોબર, રવિવારના દિવસે જ રાખવામાં આવશે.
કડવા ચોથ 2021: ચંદ્ર અર્ધ્યનુ મુહૂર્ત અને મહત્વ
વર્ષ 2021ના રોજ કડવા ચોથના દિવસે ચંદ્રમા ઉદય થવાનો સમય રાતે 8 વાગીને 7 મિનિટ છે. આ સમયે તમે ચંદ્ર દેવનુ પૂજન કરો. ત્યારબાદ દૂધ, અક્ષત અને જળથી તેમને અર્ધ્ય આપો. એવી માન્યતા છે કે કડવા ચોથનુ વ્રત કરવાથી સૌભાગ્યવતી મહિલાઓને અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે. પતિની ઉંમર લાંબી થાય છે. દાંપત્ય જીવનમાં આવી રહેલ મુશ્કેલીઓ દૂર થાય છે. પરસ્પર વિશ્વાસ વધે છે અને સંબંધ મજબૂત બને છે.
કડવા ચોથ વ્રતની પૂજન વિધિ
કડવા ચોથનુ વ્રત કરનાર મહિલાઓ સવાર થતાં પહેલા જ ઉઠીને સરગીનુ સેવન કરી લેવુ. સવારે જલ્દી સ્નાનાદિ બાદ વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે. આ દિવસે કડવા ચોથની કથા સાંભળવા અથવા વાંચવાનુ વિશેષ મહત્વ છે. મહિલાઓએ એક લોટામાં જળ અને હાથમાં ચોખા રાખીને કથાનુ શ્રવણ કરવુ. ત્યારબાદ તુલસી પર જળ ચડાવવુ. દિવસભર નિર્જળા અને નિરાહાર વ્રત કરવુ. રાતે ચંદ્રોદય થવા પર દર્શન બાદ સજાવેલી પૂજાની થાળીથી પૂજા શરૂ કરવુ. બધા દેવી દેવતાઓનુ સ્મરણ કરીને આશીર્વાદ લેવા અને તેમને તિલક લગાવવા. ચંદ્રમાની પૂજા કરવી. સૌથી પહેલા અર્ધ્ય આપી અને ચાળણીથી પહેલા ચંદ્રમાને જુઓ અને ત્યારબાદ પતિને ચાળણીથી જુઓ. હવે પતિના હાથે જળ ગ્રહણ કરીને વ્રતના પારણા કરવા. ઘરના વડીલોના આશીર્વાદ જરૂર લેવા.