
સુરતના એસઆરકે ગ્રુપના અગ્રણી હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાના 3 વર્ષથી ખરાબ થયેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં છે. કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. ગોવિંદભાઈ પર 9 કલાક સુધી લિવર ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. દેશ વિદેશના તબીબોની સલાહ લઈને આખરે 2 હજારથી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડો. રવિ મોહનકાએ તેમનું ઓપરેશન કર્યુ હતું. ગોવિંદભાઈ ધોળકિયાનું વર્ષ 2018થી લિવર ખરાબ થયું હોવાનું સામે આવ્યું હતું. હરણિયાના ઓપરેશન વખતે લિવર ખરાબ હોવાનું નિદાન થયું હતું. જો કે, બે મહિના પહેલા તેમને કમળાની બીમારી થઈ હતી. ત્યારબાદ લિવર વધારે ડેમેજ થયું હતું જેથી લિવરને ટ્રાન્સપાલન્ટ કરાવવું જ ઉચિત હોવાનું તબીબોએ કહ્યું હતું. ગોવિંદભાઈના ઓપરેશનને લઈને હૈદરાબાદ,ચેન્નાઈ, મુંબઈ, લંડન હોસ્પિટલના ડોક્ટરોની સલાહ સૂચન બાદ ઓપરેશન સુરતની કિરણ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં લિવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરીમાં 20 વર્ષનો અનુભવ ધરાવતા ડોક્ટર રવિ મોહનકા અને તેમની ટીમે સતત નવ કલાક સુધી ઓપરેશન હાથ ધરીને ગોવિંદભાઇ ધોળકિયાનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, સુરત સહિત સમગ્ર હીરા ઉદ્યોગમાં કાકાના હુલામણા નામથી ઓળખાતા ગોવિંદભાઇ ધોળકિયા તેમના સમાજ ઉપયોગી કાર્યો માટે જાણીતા છે અને તેમના દ્વારા અનેક સેવાકિય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે.
કિરણ હોસ્પિટલના ૪૦ વિભાગો દ્વારા લાખો લોકોની સેવા થઇ રહી છે. દક્ષિણ ગુજરાતમાં કદી ન થયા હોય તેવા ઓપરેશનો કિરણ હોસ્પિટલમાં થઇ રહયા છે. મોટી સંખ્યામાં લીવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશનો કરીને બહોળો અનુભવ ધરાવતા અને કિરણ હોસ્પિટલ સાથે જોડાયેલા તેવા ડો. રવિ મોહન્કા અને ટ્રાન્સપ્લાન્ટ વિભાગની ટીમ દ્વારા લીવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન સફળતા પુર્વક કર્યુ. આ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર વ્યક્તિ અનેક સામાજીક કાર્યો સાથે જોડાયેલા અનેક સંસ્થાઓમાં કરોડોનું દાન કરી ચુકેલા, ખુબ લોક ચાહના ધરાવતા તેમજ ડાયમંડ વ્યવસાયના અગ્રણી ઉદ્યોગપતિ અને કિરણ હોસ્પિટલના પ્રમુખ એવા શ્રી ગોવિંદભાઇ ધોળકીયા નું લીવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરવામાં આવ્યું છે. સુરતમાં પ્રથમ કિરણ હોસ્પિટલ ખાતે અને તે પણ શ્રી ગોવિંદભાઇ ધોળકીયાનું લીવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થતા ચારે તરફથી કિરણ હોસ્પિટલને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. લોકોની આરોગ્ય સેવા માટે કિરણ હોસ્પિટલ તેના મુળ ઉદ્દેશ તરફ એક પછી એક નવા વિભાગો શરૂ કરીને લોકોને સુરતમાં ન મળતી હોય તેવી આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં કિરણ હોસ્પિટલ સફળ રહી છે. પાછલા સાડા ચાર વર્ષમાં ૧૪ લાખ લોકોએ કિરણ હોસ્પિટલની સેવાનો લાભ લીધો છે અને લાભ લેનાર હરકોઇ વ્યકિત હોસ્પિટલની સેવાથી ખુશી વ્યકિત કરી રહયા છે.
આજથી બે વર્ષ પહેલા સુરતમાં સૌપ્રથમ કિરણ હોસ્પિટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગ શરૂ કર્યો અને ત્યાર પછી અનેક દર્દીઓને સફળતા પુર્વક કીડનીઓ ટ્રાન્સપ્લાન્ટ થઇ તેવીજ રીતે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ તેમજ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ વિભાગની પણ લોકો મોટી સંખ્યામાં સેવા લઈ રહયા છે. અગામી દિવસો માં કિરણ હોસ્પિટલમાં બાકી રહેલા ટ્રાન્સપ્લાન્ટ વિભાગો જેવા કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ તેમજ ફેફસા ટ્રાન્સપ્લાન્ટ વિભાગો કાર્યરત થશે.