
વરાછામાં હાલમાં વિરોધનું વાતાવરણ ચાલી રહ્યું હોય તેમ સ્થાનિકો દ્વારા બેનરો સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. મોટા વરાછામાં વિવિધ માંગ સાથે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.
પુણા વિસ્તારમાં કબ્જા રસીદવાળા મકાનોના દસ્તાવેજ કરી માલિકી હક આપવા, વરાછામાં સરકારી કોલેજ, ખાડી પેક કરી ડેવલપ કરવા તથા બંધ પડેલી હાઇટેન્શન લાઇન દૂર કરી રસ્તો ખુલ્લો કરવા સહિતની માંગ સાથે સ્થાનિકોએ જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું. જે બાદ ગતરોજ સાંજે મોટા વરાછા વિસ્તારમાં રહીશો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. મોટા વરાછા મહાદેવ ચોક નજીકની સોસાયટીના રહીશોએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકો દ્વારા સ્થાનિક વિસ્તારમાં સરકારી કોલેજ, સરકારી હોસ્પિટલ અને વાંચનાલય વગેરેની માંગણી કરી સાથેના બેનરો સાથે માંગણી કરી હતી. તેમજ લોકોએ નારે બાજી કરીને રોષ રજુ કર્યો હતો.