
સુરતમાં રોજે રોજ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. મૂળ રાજસ્થાનનો શ્રમજીવી પરિવાર વતનથી 5 મહિના પહેલા રોજીરોટી માટે સુરત આવ્યો હતો. આ પરિવારની 18 વર્ષીય માનસિક બીમાર યુવતી ગુમ થયાના 6 દિવસ બાદ CCTVના આધારે અલથાણના રિક્ષાવાળાના ઘરમાંથી મળી આવી હતી. જેથી પોલીસે રિક્ષાવાળા સહિત 3ની અટક કરી તપાસ હાથ ધરીછે. બીજી તરફ રિક્ષાવાળાએ કહ્યું હતું કે, રોડ પર જતી યુવતી શંકાસ્પદ લાગતા પૂછ્યું કે,’કહા જાના હૈ, તો જવાબ આપ્યો મરને જા રહી હું’ એટલે રિક્ષામાં બેસાડી ઘરે લઈ આવ્યો હતો. જોકે હાલ યુવતીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.હાલ યુવતીનું અપહરણ થયું હતું કે, આશરો રહેવા માટે અપાયો હતો તે બાબતે પણ પ્રશ્નો ઉભા થયા છે.
પરિવારે જણાવ્યું હતું કે, ઘટના 12મીના રોજની છે. ઘરકામમાં વ્યસ્ત પરિવારની જાણ બહાર યુવતી ઘરમાથી ઘર નીચે ઉતરી ગઈ હતી. ત્યારબાદ ઘરમાં ન દેખાતા શોધખોળ શરૂ કરી હતી. પરિવારે ચાર દિવસ સુધી તમામ રોડ ઉપર આવેલી દુકાનોના CCTV ચેક કરતા છેલ્લું લોકેશન શ્યામ મંદિર નીકળ્યું હતું. યુવતી ઉધના ઝોન થઈ પાંડેસરા બાદ શ્યામ મંદિર સુધી ચાલતી જઇ રહી હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં પણ રિક્ષામાં બેસતી પણ CCTV માં કેદ થઈ ગઈ હતી. રિક્ષાનો સ્ક્રીન શોર્ટ લઈ પોલીસ સ્ટેશન જતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ચાર દિવસ બાદ 18મી એ રાત્રે રિક્ષાચાલક મળી આવતા પૂછપરછમાં યુવતીને તેના ઘરમાં આશ્રય આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. રિક્ષાવાળાના ઘરે જતા યુવતી ઘરમાં TV જોઈ રહી હતી. પોલીસે યુવતીને ઘરમાંથી હેમખેમ બહાર કાઢી હોસ્પિટલ લઈ આવતા દાખલ કરાઈ છે. ત્રણ બહેનોમાં યુવતી સૌથી નાની એક નાનો ભાઈ અને પિતા માર્બલની દુકાનમાં મજૂરી કામ કરે છે. 5 મહિના પહેલા જ શ્રમજીવી પરિવાર રાજસ્થાનથી સુરત આવ્યો હતો. એક મહિનો ઉમરાગામમાં રહ્યા બાદ ત્રણ મહિનાથી ઉધનમાં રહેતો હતો. ઉધના પોલીસની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે.
https://chat.whatsapp.com/5SWExmTSQZFFZZKrhp7HF2
વોટ્સએપ ગ્રુપમાં ન્યુઝ અપડેટ મેળવવા માટે ☝🏻 ઉપરની લિંક ક્લીક કરો.અને જોડાવ ગ્રુપ માં
અપડૅટૅડ રહેવા માંગતા તમારા મિત્રો, ફેમીલી મેમ્બર્સ, સહકર્મીઓને આ લિંક ફોરવર્ડ કરો જેથી તેઓ પણ અપડેટેડ રહી શકે.
વિગતપૂર્વક અને વેરીફાય કરીને સમાચારો આપવા માટૅ રિઅલ નેટવર્ક ટીમ કટિબધ્ધ છે.
Team Real Network