
રાજ્યમાં ગઈ 12મી ડિસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર 3 દિવસ પહેલાં જ લીક થઈને કેટલાક લોકો સુધી સર્ક્યુલેટ થયું હતું. જેનો સરકારે પણ સ્વીકાર કરી લીધો છે. ત્યારે આ પેપરલીક કાંડ મામલે AAPના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધપ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં પોલીસે લાઠી ચાર્જ કરતા ગોપાલ ઇટાલિયાની પીઠમાં સોળ ઉઠી ગયા હતા. જ્યારે કેટલાક કાર્યકરોના માથા ફૂટ્યાં હતા.
પોલીસે ઇસુદાન ગઢવી સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. માત્ર એટલું જ નહીં પોલીસે કેટલાક કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવી પડી હતી.ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકરોને ગાંધીનગર સિવિલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે બાકીના આપના કાર્યકરોને સેક્ટર 27 એસપી ઓફિસ લઈ ગયા છે.
પોલીસ લાઠીચાર્જમાં ગુજરાત AAPના પ્રમુખ ગોપાલ ઈટાલિયાને સોળ ઊપસ્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. પોલીસે દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતાં ગોપાલ ઈટાલિયાને પીઠમાં સોળ ઊપસ્યા હોવાનું AAP કાર્યકરો પોલીસ અટકાયત બાદ પોલીસની વાનમાંથી તસવીરો બહાર આવી છે. પોલીસના લાઠીચાર્જમાં કેટલાક કાર્યકરોનાં માથામાં ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. જ્યારે AAP કાર્યકરોને દોડી દોડીને પોલીસે માર માર્યો હોવાના વીડિયો સામે આવ્યા છે.
https://chat.whatsapp.com/5SWExmTSQZFFZZKrhp7HF2
વોટ્સએપ ગ્રુપમાં ન્યુઝ અપડેટ મેળવવા માટે ☝🏻 ઉપરની લિંક ક્લીક કરો.અને જોડાવ ગ્રુપ માં
અપડૅટૅડ રહેવા માંગતા તમારા મિત્રો, ફેમીલી મેમ્બર્સ, સહકર્મીઓને આ લિંક ફોરવર્ડ કરો જેથી તેઓ પણ અપડેટેડ રહી શકે.
વિગતપૂર્વક અને વેરીફાય કરીને સમાચારો આપવા માટૅ રિઅલ નેટવર્ક ટીમ કટિબધ્ધ છે.
Team Real Network