
૨૧ ડિસેમ્બરે લાંબી રાત અને ટૂંકા દિવસનો લોકો અનુભવ કરશે. ભારત જન વિજ્ઞાન જાથા લોકોને દિવસ-રાતના સામાન્ય ફેરફારોનો અનુભવ કરવા અપીલ કરવામાં આવી છે.
પૃથ્વી ૨૩.૫ અંશે ઝુકેલી હોવાના કારણે દિવસ-રાતમાં લાંબા-ટૂંકા, ફેરફાર અને ઋતુઓ ઉત્પન કરવામાં કારણભૂત છે. સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે તેથી ઉત્તરાયણ કહેવામાં આવે છે. પૃથ્વીની ધરી સીધી હોત તો દિવસ-રાત ૧૨-૧૨ કલાકની બને છે. આ ધરીની સ્થિતિ ઝુકેલી હોવાથી આ મંગળવારે લોકોને લાંબી રાત્રીનો અનુભવ થશે. જેમાં મંગળવારે રાજકોટમાં ૧૩ કલાક અને ૧૪ મિનિટ ૧૧ સેકન્ડ તથા જુનાગઢમાં ૧૩ કલાક ૧૧ મિનિટ ૫ સેકન્ડની સૌથી લાંબી રાત્રીનો લોકો અનુભવ કરશે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું હતું કે રાજકોટમાં રાત્રિ ૧૩ કલાક ૧૪ મિનિટ ૧૧ સેકન્ડ, સુરતમાં રાત્રિ ૧૩ કલાક ૧૩ મિનિટ ૨૫ સેકન્ડ, જુનાગઢમાં રાત્રિ ૧૩ કલાક ૧૧ મિનિટ્ઝ સેકન્ડ, દ્વારકામાં રાત્રિ ૧૩ કલાક ૧૩ મિનિટ ૨૯ સેકન્ડ, અમદાવાદમાં ૧૩ કલાક ૧૭ મિનિટ ૧૧ સેકન્ડ, મુંબઈમાં રાત્રિ ૧૩ કલાક ૦૧ મિનિટ ૨૭ સેકન્ડ, ઉજ્જૈનમાં રાત્રિ ૧૩ ક્લાક ૩૬ મિનિટ, ૦૭ સેકન્ડ, દિબ્રુગઢમાં રાત્રિ ૧૩ ક્લાક ૩૬ મિનિટ ૦૭ સેકન્ડ, કાશ્મીરમાં રાત્રિ ૧૩ ક્લાક ૪૩ મિનિટ પ૬ સેકન્ડ, કન્યાકુમારીમાં રાત્રી ૧૨ ક્લાક ૨૧ મિનિટ ૦૯ સેકન્ડ લાંબી રાત્રીનો લોકો અનુભવ કરશે. ત્યારબાદ તારીખ ૨૨ બુધવારથી રાત્રી ક્રમશઃ ટૂંકી અને દિવસ ક્રમશઃ લાંબો થશે.
વિશેષમાં જયંત પંડયા જણાવે છે કે પૃથ્વીની ૨૩.૫ અંશે ઝુકેલી ધરીને કારણે પૃથ્વી પર ઋતુઓ ઉત્પન્ન થાય છે અને ધ્રુવ પ્રદેશો પર છ-છ મહિનાના દિવસ અને રાત થાય છે. પૃથ્વીના ગોળા પર ઊંચે અક્ષાંશે જ્યાં બારે માસ ઠંડી રહે છે, ત્યાં બારેય માસ બરફ છવાયેલી રહે છે.
અંતમાં જાથાએ આકાશ તરફ લોકો નજર કરતાં થાય અને ખગોળ વિષય ઉપર રૂચિ કેળવાય તે માટે અભિયાન આદર્યું છે. મંગળવારે લોકો લાંબામાં લાંબી રાત્રિનો અનુભવ કરી બીજે દિવસથી રાત્રિ ક્રમશ: સેકન્ડની ગણતરીએ ટૂંકી અને દિવસ ક્રમશ: લાંબો થશે.
https://chat.whatsapp.com/5SWExmTSQZFFZZKrhp7HF2
વોટ્સએપ ગ્રુપમાં ન્યુઝ અપડેટ મેળવવા માટે ☝🏻 ઉપરની લિંક ક્લીક કરો.અને જોડાવ ગ્રુપ માં
અપડૅટૅડ રહેવા માંગતા તમારા મિત્રો, ફેમીલી મેમ્બર્સ, સહકર્મીઓને આ લિંક ફોરવર્ડ કરો જેથી તેઓ પણ અપડેટેડ રહી શકે.
વિગતપૂર્વક અને વેરીફાય કરીને સમાચારો આપવા માટૅ રિઅલ નેટવર્ક ટીમ કટિબધ્ધ છે.
Team Real Network