
તેલંગાણા ખાતે સમલૈંગિક સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગ લગ્નના બંધનમાં બંધાયા છે. તેમણે પોતાના આશરે એક દશકા લાંબા સંબંધને આગળ વધારીને લગ્ન કર્યા હતા. આ કપલ તેલંગાણાનું પ્રથમ સમલૈંગિક કપલ હોવાનું માનવામાં આવે છે.
હૈદરાબાદના એક રિસોર્ટ ખાતે યોજાયેલા લગ્ન સમારંભમાં સુપ્રિયો (31) અને અભયે (34) એકબીજાને રીંગ પહેરાવી હતી અને પછી લગ્ન સમારંભમાં એકબીજાનો સાથ નિભાવવાનો સંકલ્પ લીધો હતો. સમલૈંગિક કપલની મિત્ર સોફિયા ડેવિડે આ લગ્ન કરાવ્યા હતા. સોફિયા પોતે LGBTQ સમુદાયની છે.
પોતાના લગ્ન અંગે સુપ્રિયોએ કહ્યું કે, તેનાથી સૌને મેસેજ મળે છે કે, ખુશ રહેવા માટે કોઈની મંજૂરીની જરૂર નથી. લગ્ન સમારંભમાં બંનેના પરિવારના સદસ્યો અને તેમના મિત્રો એકઠા થયા હતા. તેમાં લગ્નની બંગાળી અને પંજાબી વિધિ રાખવામાં આવી હતી કારણ કે, સુપ્રિયો કોલકાતાનો છે જ્યારે અભય દિલ્હીનો છે. લગ્નમાં બેન્ડવાજા, મહેંદી, રીંગ સેરેમની જેવી વિધિ પણ કરવામાં આવી હતી. સુપ્રિયો અને અભયના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા.
તેઓ બંને હૈદરાબાદમાં જોબ કરે છે. સુપ્રિયો હોટેલ મેનેજમેન્ટ ફીલ્ડમાં જોબ કરે છે જ્યારે અભય એક મલ્ટિનેશનલ કંપનીમાં કાર્યરત છે. તેઓ બંને 8 વર્ષથી રિલેશનમાં હતા અને આખરે લગ્ન કરી લીધા છે.
આ લગ્નમાં સામેલ થયેલા એક મહેમાને જણાવ્યું કે, ધીમેધીમે લોકોની વિચારસરણી બદલાઈ રહી છે. લગ્નનું દૃશ્ય જોઈને તેમને એવું અનુભવાઈ રહ્યું છે. સમાજ બદલાઈ રહ્યો છે અને લોકો સ્વીકારી રહ્યા છે. હાલ આ લગ્નને લઈ ખૂબ ચર્ચા જામી છે.
https://chat.whatsapp.com/5SWExmTSQZFFZZKrhp7HF2
વોટ્સએપ ગ્રુપમાં ન્યુઝ અપડેટ મેળવવા માટે ☝🏻 ઉપરની લિંક ક્લીક કરો.અને જોડાવ ગ્રુપ માં
અપડૅટૅડ રહેવા માંગતા તમારા મિત્રો, ફેમીલી મેમ્બર્સ, સહકર્મીઓને આ લિંક ફોરવર્ડ કરો જેથી તેઓ પણ અપડેટેડ રહી શકે.
વિગતપૂર્વક અને વેરીફાય કરીને સમાચારો આપવા માટૅ રિઅલ નેટવર્ક ટીમ કટિબધ્ધ છે.
Team Real Network