
વલસાડ:- વિજય યાદવ
વલસાડના જૂજવાં ગામે ચારેક જેટલા બાળકો રમત રમતમાં ધાતુરાનું શાકખાઈને પોતાના જીવને જોખમમાં મૂકી દીધા છે અર્ધબેભાન અવસ્થા માં મળી આવેલ બાળકોને પરિવારજનો તત્કાલ ધોરણે વલસાડ ખાતે હોસ્પિટલ માં દાખલ કરવાની ફરજ પડી હતી બાળકો હોસ્પિટલની આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ રાખવા માં આવ્યા છે
મળેલી વિગતો પ્રમાણે જૂજવાં ગામમાં ચાર બાળકો રસોઈ બનાવવાની રમત રમતાં હતાં. બાળકો શાક રોટલા બનાવવાની રમત રમતા હતા શાક બનાવવાની વાત આવતા માસૂમ બાળકોએ બાજુમાં રહેલ ધતૂરાનાં ફળ તોડી લાવ્યા હતા અને ધતુરાના ફળ લાવી તેનું બી કાઢી તેનું શાક બનાવ્યુ હતું અને આ ઝેરી શાક રોટલા સાથે ખાઈ ગયાં હતાં.ધાતુરનું શાક આરોગતા બાળકો ધીરેધીરે મૂર્છિત થયા હતા અને જ્યાં શાક રોટલી ખાધું હતું ત્યાંજ અર્ધ બેભાન થઈ ઢળી પડ્યા હતા પરિવારના સભ્યો બાળકોને બોલાવવા ગયા ત્યારે બાળકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા, જેથી આજુ બાજુમાં તપાસ કરતાં ચૂલા ઉપર મૂકેલી તપેલીમાંથી ધતૂરાનાં ફળનાં બી તેમજ એના ટુકડા મળી આવ્યા હતા, ગભરાઈ ગયેલ પરિવારે ચારેય બાળકને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતાં. જ્યાંથી વધુ સારવાર માટે 108ની ટીમની મદદ વડે ચારેય બાળકોને કસ્તુરબા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. હાલ ત્યાં બાળકોને ICUમાં દાખલ કરવામાં આવ્યાં છે.અને સારવાર ચાલી રહી છે ઘટનાની જાણ સમગ્ર જિલ્લામાં થતાં બાબત ચર્ચાનો વિષય બની હતી.