
સુરત મહાનગર પાલીકાનાં સહયોગથી વરાછા ઝોનમાં મૂરઘા કેન્દ્ર રોડ પર આવેલ કાપોદ્રા કોમ્યુનીટી હોલ ખાતે સામાજીક કાર્યકર નિલેશ ધીરૂભાઇ જીકાદરા, “રાષ્ટ્રભુમી સેવા સંઘ”નાં અધ્યક્ષ સુરેશભાઇ ધોળકીયા તથા “પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ”ની ટીમ દ્વારા સંયુકત રીતે “કોવિડ આઇસોલેસન સેન્ટર” શરૂ કરવામાં આવ્યું છે.
બુધવારે નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ સજ્જનસિંહ પરમારનાં વરદ હસ્તે રિબિન કાપી તથા દિપ-પ્રાગટ્ય કરીને “કોવિડ કેર વોર્ડ” લોકસેવા માટે ખુલ્લો મૂકાયો હતો. આ પ્રસંગે મદદનીશ પોલીસ કમિશનર એ-ડિવિઝન સી.કે. પટેલ તેમજ કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ પણ સવિશેષ ઉપસ્થીત રહ્યા હતા. કોરોનાની ત્રીજી લહેરમાં “માનવસેવા એજ પ્રભુસેવા” મહામંત્રને ખરા અર્થમાં સાર્થક કરવા નવનિર્મિત “કોવિડ કેર વોર્ડ”માં કોઈપણ પ્રકારનાં જાતી, ધર્મ કે ભાષાનાં ભેદભાવ વગર તમામ જરૂરિયાતમંદ લોકો માટે ઓક્સીજન સપોર્ટ સાથે ૨૫-જેટલા બેડ તેમજ દર્દિ-નારાયણ માટે નિઃશુલ્ક ભોજન તથા સારવારની વ્યવસ્થા ઉભી કરીને માનવતા મહેકાવવામાં આવી છે.