
વલસાડ ( વિજય યાદવ )
ધરમપુર તાલુકામાં ગરીબ લાભાર્થીઓ માટે આવતા સરકારી અનાજમાં કન્ટ્રોલ સંચાલકો દ્વારા કટકી મરાતી હોવાની બાબતો સામાન્ય બની ગઈ છે ભૂતકાળમાં કેટલાક કન્ટ્રોલ સંચાલકો સામે ઓછું અનાજ આપતા હોવાની ફરિયાદો ચકડોળે ચઢી હતી કન્ટ્રોલ સંચાલક લાભાર્થીઓને ઓછું અનાજ આપતો હોવાનો ખુલાસો થયા બાદ પણ અધિકારી આરોપી સામે કાયદેસર પગલાં ભરવામાં જાણીબૂઝીને વિલંબ કર્યું હોવાની બાબત જગજાહેર થઈ હતી ગરીબોના હકનું ખાઈ જનાર સસ્તા અનાજના દુકાન સંચાલક પર કાયદેસર પગલાં ભરાવવા માટે રાજકીય આગેવાનો સાથે લાભાર્થી ગ્રાહકો એ તંત્ર સામે મેદાનમાં ઉતરવું પડ્યું હતું ત્યારે તંત્રે કાયદેસર પગલાં ભર્યા હતા. અને ગરીબોના હકના અનાજમાં કટકી મારનાર કંટ્રોલ સંચાલકો સામે કડક પગલાં ભરવાની ચેતવણી ના બણગાં ફુક્યા હતા છતાં પણ ધરમપુર તાલુકામાં સરકારી અનાજની કાળાબજારી અટકતી નથી !
ધરમપુર તાલુકાના સસ્તા અનાજના દુકાન સંચાલકો ફાટીને ધુમાડે ચઢ્યા છે દર મહિને સરેઆમ લાભાર્થીઓના હકના અનાજમાંથી બે થી પાંચ કિલોની કટકી મારી કાળા બજારી કરી રહ્યા છે સામાન્ય લોકોને એમ થતું હશે કે સસ્તા અનાજના દુકાન સંચાલકો ગરીબોને તેમના હકના અનાજમાંથી મારી લેતા કટકી બાબતે તાલુકા પુરવઠા અધિકારી કે મામલતદાર અજાણ હશે ? આ બાબતે અધિકારીઓ કદાચ અજાણ પણ હોઈ શકે પરંતુ ભૂતકાળના કિસ્સાઓમાં સસ્તા અનાજના દુકાનસંચાલકો સામે અનાજમાં કટકી મારતા હોવાની પુરાવા સાથેની ફરિયાદ બાદ પણ કાયદેસર પગલાં ભરવામાં અધિકારીઓએ કરેલ વિલંબ થી એવું લાગતું નથી કે આ બાબતે અધિકારીઓ અજાણ હશે સસ્તા અનાજના દુકાન સંચાલકો ,પુરવઠા અધિકારી અને વિસ્તારમાંથી સરકારી અનાજની કાળાબજારી કરતા કેટલાક કાળાબજારીયાઓ મિલીભગત કરી ગરીબોના મ્હોનો કોળિયો છીનવી રહ્યા હોવાની ચર્ચા લોકોમાં કેન્દ્રસ્થાને રહી છે ગામે ગામ અનાજ
કરીયાણાની દુકાનો ચલાવતા મારવાડી વેપારીઓ સરેઆમ સસ્તા અનાજના દુકાન સંચાલકો પાસેથી અનાજ ખરીદી કરી વિસ્તારની કે જિલ્લા બહારની રાઇસ મિલોમાં મોકલી સારી એવી કમાણી કરી રહ્યા છે
ધરમપુરના એક કંટ્રોલ સંચાલકે દિવાળી પહેલા પત્રકારોના નામે તમામ કંટ્રોલ સંચાલકો પાસેથી ઊંઘરાણું કર્યું હોવાની ચર્ચા ચકડોળે ચઢી
લોકોમાં તો એવી ચર્ચા થઈ રહી છે કે તાલુકાના તમામ કન્ટ્રોલ સંચાલકો તાલુકા પુરવઠા અધિકારીને મંથલી પેકેજ આપેછે કંટ્રોલ સંચાલકો પુરવઠા અધિકારીને મંથલી પેકેજ આપે છે કે કેમ એ તપાસ નો વિષય છે ? પરંતુ કંટ્રોલ સંચાલકો સરેઆમ લાભર્થીઓના હકના અનાજમાંથી કટકી મારી રહ્યાની બાબત તદ્દન સાચી છે અને આ બાબતે જરા પણ સંદેહ હોય તો અન્નપૂર્વઠા વિભાગ ગાંધીનગર ખાસ અધિકારીઓની ટીમ મોકલી ધરમપુર તાલુકાના ગરીબ લાભાર્થીઓને કેટલો અનાજ મળે છે તેની તપાસ કરાવે આ તપાસ થતા ની સાથે તમામનો પર્દાફાશ થઈ જશે