Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • February
  • શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતે હોસ્ટેલ બાંધકામનો કર્યો શુભારંભ,શિલાન્યાસ અને કળશપૂજન વિધિ સંપન્ન
  • GUJARAT

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતે હોસ્ટેલ બાંધકામનો કર્યો શુભારંભ,શિલાન્યાસ અને કળશપૂજન વિધિ સંપન્ન

Real February 24, 2022
WhatsApp Image 2022-02-24 at 5.54.03 PM (1)
Spread the love

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા સુરતમાં નિર્માણ થનાર હોસ્ટેલ પ્રોજેક્ટના બાંધકામ નો શિલાન્યાસવિધિ સાથે શુભારંભ થયો છે. 24 ફેબ્રુઆરીના રોજ હોસ્ટેલ પ્રોજેક્ટના મુખ્યદાતા પરિવારના દીપકભાઈ છગનભાઈ ગોંડલિયા તથા સંસ્થાના ખજાનચી મનહરભાઈ સાસપરાના વરદ હસ્તે શિલાન્યાસ તથા લોટી પૂજન કરી શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં દાતા અગ્રણીઓ અને કાર્યકર્તાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

વરાછા કામરેજ મેઈન રોડ,વાલક પાટિયા, મણીબેન ચોક ખાતે હોસ્ટેલ ફેજ-૧ કામગીરી હેઠળ ૧૩ માળનું ભવ્ય બિલ્ડીંગ નું નિર્માણ થનાર છે.વિજયા દશમીએ ખાતમુહુર્ત વિધિ અને ભૂમિપૂજન થયું હતું. હવે બે બેઈઝમેન્ટ, ૧૩ માળ સાથે ૩ લાખ ચોરસ ફૂટમાં હોસ્ટેલનું બાંધકામ થશે. તેમાં ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ માટે રહેવાની તથા તેમની નોકરી અને પરીક્ષા માટે ટ્રેનીંગ સેન્ટર ઉભુ કરવામાં આવશે.

મહિલા હોસ્ટેલ માટે મહિલા ટ્રસ્ટી

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી હોસ્ટેલ ફેઈઝ- ૨ માં મહિલા માટે હોસ્ટેલ સહીતની સુવિધા ઉભી થશે.તેના સંચાલન માટે મહિલા ટ્રસ્ટી બોર્ડ બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ૧૨ થી વધુ મહિલાઓ ટ્રસ્ટી દાતા બન્યા છે. જેને ખુબ સારો આવકાર મળેલ છે.

શ્રીમતિ કાજલ રાહિલ માલવિયા, શ્રીમતિ ગૌરીબેન સવજીભાઈ ધોળકિયા, શ્રીમતિ ધર્મિષ્ઠાબેન ધોળકિયા તથા રાધાબેન ધોળકિયા ઉપરાંત શારદાબેન અરજણભાઈ ધોળકિયા, પ્રવિણાબેન જયંતીભાઈ બાબરીયા, કૈલાસબેન લવજીભાઈ બાદશાહ, શ્રીમતિ ગીતાબેન ઘનશ્યામભાઈ શંકર,શ્રીમતિ ભાવનાબેન કાંતિભાઈ સુદાણી, ખ્યાતીબેન કેયુરભાઈ ખેની તથા રંભાબેન લક્ષ્મણભાઈ ચક્કમપરવાળા વગેરેએ રૂપિયા ૨૧ લાખના દાનનો સંકલ્પ કરી ટ્રસ્ટી દાતા બન્યા છે.ટ્રસ્ટી દાતા બહેનો તથા વ્યવાથાપક બહેનો સાથે મળી બહેનો માટેની હોસ્ટેલનું સંચાલન કરશે.

સમાજ અગ્રણી વલ્લભભાઈ સવાણી, મનુભાઈ ઝરખીયાવાળા,સંસ્થાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ જી. પટેલ,પૂર્વપ્રમુખ કે. ડી. વાઘાણી, મનજીભાઈ નાની માળવાળા, મધુભાઈ સભાયા, ધનજીભાઈ બાબરીયા સહીત મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જમનાબા હોસ્ટેલના મુખ્ય નામકરણ દાતા ગોંડલિયા પરિવારમાંથી દીપકભાઈ છગનભાઈ ગોંડલીયા આજે વધુ ૨૧ લાખ ના દાનના સંકલ્પ સાથે દાતા ટ્રસ્ટી બન્યા છે.મૌની સ્કુલ વાળા જે. વી. પટેલની વિનંતીને માન આપી સંદીપભાઈ મધુભાઈ પટેલ (પડશાળા) સંસ્થાના દાતા ટ્રસ્ટી બંને છે.

અપેક્ષા કરતા પણ અનેજ ગણો અગ્રણીઓ,દાતાશ્રીઓ તથા કાર્યકર્તાઓ તરફથી સહકાર મળી રહ્યો છે : કાનજીભાઈ ભાલાળા

હોસ્ટેલમાં રહેનાર બહેનો પાસેથી રહેવા તથા જમવા માટે કોઈ ફી લેવામાં આવનાર નથી.ત્યારે તેમના ભોજન માટે તિથી દાનની નોંધણી શરુ કરવમાં આવી છે.

રૂપિયા ૨,૫૦,૦૦૦ દાનમાંથી દર વર્ષે એક દિવસનું ભોજન તે પરિવાર તરફથી અપાશે. આમ ૧૫ જેટલા પરિવારોએ એડવાન્સમાં તિથી દાન નોંધાવી દીધું છે. સંસ્થાના પ્રમુખ કાનજીભાઈ ભાલાળાએ આવકારતા જણાવ્યું કે અમારી અપેક્ષા કરતા પણ વધુ અગ્રણીઓ દાતાઓ અને કાર્યકર્તાઓનો સહકાર મળી રહ્યો છે.

Continue Reading

Previous: પોલીસ IPS ઉષા રાડાની માનવતા : માતાની હત્યા બાદ નિરાધાર બનેલા 4 બાળકોની જવાબદારી ઉઠાવી
Next: અમદાવાદઃ Tiktok સ્ટાર કીર્તિ પટેલ ગુનાની દુનિયામાં થઈ રહી છે ફેમસ! ફરી કર્યું આવું કારસ્તાન

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.