
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 26મો દિવસ છે. રશિયન સેનાએ સોમવારે હાઈપરસોનિક અને ક્રૂઝ મિસાઈલ્સ વડે યુક્રેનના સૈન્ય મથકોને ટાર્ગેટ કર્યા હતા. આ તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, તેઓ પુતિન સાથે વાતચીત માટે તૈયાર છે પરંતુ વાતચીત અસફળ રહી તો ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે છે.
રશિયા દ્વારા કરવામાં આવેલા બોમ્બમારા બાદ સુમી ખાતેના કેમિકલ પ્લાન્ટમાંથી એમોનિયા ગેસ લીક થયો હતો. સુમીખીમપ્રોમકેમિકલ પ્લાન્ટ ખાતેથી એમોનિયા ગેસ લીક થયો હતો જેની આસપાસના 2.5 કિમીના ક્ષેત્ર સુધી અસર જોવા મળી. ગેસ લીકેજથી બચવા માટે લોકોને અંડરગ્રાઉન્ડ શેલ્ટરમાં જતા રહેવા માટે કહેવામાં આવ્યું છે. તે સિવાય બાથરૂમમાં જઈને સરખી રીતે સ્નાન કરવા અને નાક પર ભીનો રૂમાલ રાખીને શ્વાસ લેવા માટે સલાહ આપવામાં આવી છે.