
કાપોદ્રા વિસ્તારમાં આવેલ ગૌતમ પાર્ક સોસાયટીમાં એક મહિલાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જે ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જે બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
કાપોદ્રા વિસ્તારમાં આવેલ ગૌતમ પાર્ક સોસાયટીમાં રહેતા સ્નેહલત્તાબેન પટેલની આજે હત્યા કરવામાં આવી હતી. કોઈ અજાણ્યા યુવક દ્વારા મહિલાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. જે ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ સામે આવ્યું નથી. જયારે કામ પર ગયેલા પ્રકાશભાઈની સાથે રહેલા સ્નેહલત્તાબેનનો ફોન ન આવતા તેમણે તપાસ કરી હતી. જે દરમિયાન હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.