
પેસીડેન્સી સ્કુલના ટ્રસ્ટીશ્રી નટુભાઈ કારીયા પરિવારે તેના દિકરા કુણાલના લગ્ન પ્રસંગે વિરશહીદ જવાનોના પરિવાર માટે રૂપિયા .૫૧૦૦૦ દાન આપી રાષ્ટ્રીય મત વ્યક્ત કર્યો હતો.
જય જવાન નાગરિકસમિતી, સુરત ૧૯૯૯ થી વિર શહીદ જવાનોના પરિવારને આર્થિક સહાય સાથે સન્માન કરે છે, ગત તા ૧૬,૦૨,૨૦૨૨ના રોજ .કુણાલ ના લગ્ન પ્રસંગે વર-વધુના હસ્તે મહેમાનોની હાજરીમાં રૂપિયા પ૧૦૦૦ નું દાન આપવામાં આવ્યુ હતું. આજ રોજ જય જવાન નાગરિક સમિતી,સુરતના ટ્રસ્ટીશ્રી કાનજીભાઇ આર ભાલાળા તથા ભીખુભાઈ ટીંબડીયાને પ્રેસીડેન્સી સ્કુલના ટ્રસ્ટીશ્રી નટુભાઇ કારીયા તથા ટ્રસ્ટીશ્રી હિતેન્દ્રભાઈ ચુડાવાલા એ રૂા.૫૧૦૦૦-ના ચેક અર્પણ કર્યા હતા. આ પ્રસંગે જ્ઞાનગંગા વિદ્યાલયના ટ્રસ્ટીશ્રી નવનીતભાઈ ખાસ ઉપસ્થિત રહયા હતા.આ પ્રસંગે શ્રી કાનજીભાઈ આર.ભાલાળાએ જણાવ્યું હતું કે શહેરની જાણીતી શાળા પ્રેસીડેન્સી સ્કુલ તરફથી દર વર્ષે જરા જવાન નાગરિક સમિતીને જવાનોના પરિવાર માટે ફાળો મળે છે. બાળકોમાં રાષ્ટ્રીય ચેતના પ્રગટાવવાનું સરહનીય કાર્ય થાય છે. બાળકો સૈનિકોના પરિવાર માટે કંઈક આપે તે ભાવ વિશેષ છે. તે રકમ શાળા પરિવાર રકમ ઉમેરી સમિતીને અર્પણ કરે છે. આ રાષ્ટ્રીય ચેતનાને વંદન કરીએ છીએ.