
વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકાના તુમ્બ ધીમસા,કાંકરિયા સહિત કેટલાક ગામના લોકોએ વેસ્ટર્ન રેલ્વે ટ્રેક પર બેસી વિરોધ કર્યો હતો મોટી સંખ્યામાં હાજર ગામજનો ટ્રેક પર આવી જતા ટ્રેનો અટકાવી દેવામાં આવી હતી રેલ્વે ફાટક નંબર 69 પર તેમને કાયમી અવર જવર માટે રેલ્વે ઓવરબ્રિજ અથવા અન્ડરપાસની સગવડ પુરી પાડવા લોકો માંગ કરી રહ્યા છે
મળેલી વિગતો પ્રમાણે આ ફાટક પરથી દરરોજ આસપાસ 10 જેટલા ગામના લોકો અવરજવર કરે છે જેને હાલ કાયમી બંધ કરવાનું રેલ્વે દ્વારા નક્કી કરાયું છે લોકોનું કહેવું છે કે,આ ફાટક કાયમ માટે બંધ કરી દેવામાં આવે તો બંને તરફ રહેતાં લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે આવી પરિસ્થિતિમાં ગામજનોને રેલ્વે ટ્રેક ઓળંંગવા માટે અંદાજીત 5 કિલોમીટર વધારાનું અંતર કાપવું પડે છે ગામજ્નોની જરુરીયાતને ધ્યાને રાખીને રેલ્વે વિભાગ અહિ અન્ડરપાસ કે ઓવરબ્રિજની સુવિધા આપે તેવી લોક માંગ ઉઠી છે. ગુરુવારે વહેલી સવારે મોટી સંખ્યામાં ગામજનો એકઠા થઈ ટ્રેક પર ધામા નાંખી બેસી ગાયા હતા ગ્રામજનોની માંગણી સંદર્ભે ગામનાં આગેવાનોને રેલ્વે વિભાગે લેખીતમાં રજુઆતો કરવાં જણાવેલ હતું અને રજુઆતો બાદ તેનું વ્હેલી તકે નિવારણ લાવવા ખાતરી આપી હતી .રેલ્વે વિભાગે હાલ DFCC લાઈન ની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમા ગામલોકોની જમીનનું વળતર ચુંક્વ્યા બાદ પણ એ જમીન પર અતિક્રમણ કર્યુ હોવાની બાબત સામે આવી રહી છે ગામલોકોએ અતિક્રમણ કરેલ જમીન ખુલ્લી કરવા માટે રેલ્વેએ જણાવ્યુ હોવા છતાં ગામલોકો તે અતિક્રમણ હટાવતા નથી આમ આ મામલે બંને તરફ પોતપોતાની રજુઆતો કરાઈ રહી છે પરિસ્થિતિ વિકટ બને ત પહેલા યોગ્ય નિકાલ જરૂરી થઈ ગયું છે