
વલસાડ 20
પારડી પોલીસે ગતરોજ ખડકી ખાતે હાઇવે પર દારૂ ભરેલી એક સ્વીફ્ટ કાર ને ઝડપી પાડી હતી કારમાં તપાસ કરતા તેમાં દોઢ લાખ રૂપિયા , 25000ના દારૂ સહિત પ્રેસકાર્ડ અને ખાખી વરદી મળી આવ્યું હતું
એક સ્વીફ્ટ ડિઝાયર કાર માં બે ઈસમો દારૂભારીને સુરત તરફ લઈ જઈ રહ્યાની પારડી પોલીસને બાતમી મળી હતી બાતમીના આધારે પોલીસે હાઇવે નમ્બર 48પર ખડકી ખાતે બાતમીવાળી કાર પર બાજ નજર રાખી હતી તે દરમિયાન બાતમીવાળી સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર જી જે.15.સી.એ.7600 સામે થી આવતા પોલીસ એલર્ટ થઈ હતી અને કાર ને અટકાવી તપાસ કરતા કારમાં બે ઈસમો બેઠેલા હતા કારની ડીકીમાંથી 92 બોટલ દારૂ મળી આવ્યો હતો જેની કિંમત રૂ. 25400 હતું કારમાં સવાર એક ઈસમ ધરમપુર પ્રભુ ફળિયાનો મુકેશ અરવિંદભાઈ મોદી તેમજ બીજો ઈસમ સુરત અડાજાણનો આશિષ દલપત મોદી જે સુરત ખાતે પત્રકાર હોવાનું જાણવા મળ્યું હતું બન્નેની પોલીસે ધરપકડ કરી હતી અને કારમાં વધુ તપાસ કરતા ઝડપાઇ આવેલ મુકેસમોદીના નામનો વલસાડના એક અખબારના પ્રેસકાર્ડ ની સાથે સાથે 1.50 લાખ રોકડા તથા સિવિલ ડિફેન્સ ગુજરાતનો લોગો વાળો એક ખાખી કલરનો ડ્રેસ સાથે ખાખી કલર ની પીકેપ લાલ કલરનો ચામડાનો પટ્ટો મળી આવતા પોલીસ પણ ચકિત થઈ હતી અને બન્નેની ધરપકડ કરી હતી હાલ બન્ને પારડી પોલીસમથકે લોકઅપ માં છે અને અજે બપોર પછી બન્નેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.