
દેશમાં પેટ્રોલ,ડીઝલના ભાવવધારાને પગલે અસામાજિક તત્વોએ ડીઝલથી 17 રૂપિયા સસ્તું LDO (લાઈટ ડીઝલ ઓઇલ)નું વેચાણ શરૂ કર્યું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલે અમદાવાદ-મહેસાણા હાઇવે પર શિવાલા સર્કલ પાસે મેવડ ગામની સીમમાં લોકોના વાહનોમાં LDO ભરી આપતા નવ શખ્સને ઝડપી લીધા છે. પોલીસે સ્થળ પરથી 8 હજાર લીટર એલડીઓ, 19210 લીટર સોલ્વન્ટ સહિત કુલ રૂ.66 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અમદાવાદ-મહેસાણા હાઇવેના પંપ પર ડીઝલથી 17 રૂપિયા સસ્તું LDO ગેરકાયદેસર વેચાતું હતુ.#Ahmedabad #MehsanaHighWay #LightDieselOil #StateMonitoringCell #Raid pic.twitter.com/j9j2zds7ke
— Gujarat Samachar (@gujratsamachar) April 5, 2022
સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે, જય ગોગા પમ્પ પર ડીઝલ જેવું અને તેનાથી સસ્તુ લાઈટ ડીઝલ ઓઇલનું વેચાણ થઈ રહ્યું છે. જે બાતમી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ પર રેડ કરી દશરથ ઈશ્વર પટેલ સહિત 9 આરોપીને ઝડપી લીધા હતા. પોલીસે 8 હજાર લીટર જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી એલડીઓ રૂ.6,80,000નું અને 19210 લીટર સોલ્વન્ટ રૂ 7,29,980નું જપ્ત કર્યું હતું. પોલીસે 2 ડિસ્પેન્સર પાઇપ, 2 રબર પાઇપ, 10 મોબાઈલ ફોન, 6 વાહન અને રોકડ મળી કુલ 66,00,370નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.