
વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા આવેલ એક સુગર પીડિત વૃદ્ધ ફરિયાદી સહીત તેમની પત્ની અને પુત્રને ઇન્ચાર્જ પીએસઆઇ આર બી વાનારે દબડાવી મોડી રાત સુધી બેસાડી રાખયાની સાથે સાથે ફરિયાદીની મદદમાં અવેલ સામાજિક આગેવાન પર પણ દારૂ પીધેલાંનો ગુનો નોંધી બેસાડી દીધા હોવાનો મામલો જિલ્લાભરમાં ચકચારિત થયો છે ઘટનાની હકીકત કેબિનેટ મંત્રી નરેશપટેલ સુધી પહોંચતા તેવોએ વલસાડ એસપી ડો.રાજદીપસિંહ ઝાલાને વકેફ કરતા વનારે ફરિયાદ નોંધવાની સાથે સાથે દારૂ પીધેલાના કેસ માં બેસાડી દીધેલ સામાજિક અગેવાનને છોડી દીધો હતો
આ ઘટનાની મળતી વિગતો મુજબ કલવાડા ડોરી ફળિયામાં ઘૂસમેશ્વર મહાદેવ મંદિરે ગીરીબાપુની કથા ચાલી રહી છે. કથા સાંભળવા માટે દૂર દૂરના ગામોથી લોકો આવે છે. ગતરોજ સાંજે ૭ વાગ્યાની આસપાસ કથા પૂર્ણ થઇ ત્યારે બધા મંડપની બહાર નીકળી રહ્યાં હતાં. તે દરમિયાન ખેરગામ રામજી મંદિરની પાછળ રહેતા વયોવૃદ્ધ મધુબેન ભુપતસિહ ચૌહાણનાં ગળામાંથી ત્રણ તોલાનું મંગળસૂત્ર ખેંચી લેવાયું હતું. જે બાદ વાંસદા તાલુકાના ચાપલધરા ગામે રહેતા સરોજબેન જયસિંહભાઈ પરમારના ગળામાંથી મંગળસૂત્ર ખેંચીને ભાગતી વખતે કોચવાડા ગામે રહેતા વનીતાબેન દલપતસિંહ ઠાકોરે રાજસ્થાનના અલવર જિલ્લાની શ્રમજીવી મહિલા આશાદેવી રાજેશકુમાર સિંઘને ચોરી કરતા રંગેહાથ પકડી લીધા હતા.
આ બનાવ બાદ કથાના આયોજક કલ્પેશભાઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ આવી ગઈ હતી અને ચોરી કરનારી મહિલા આશાદેવીને પોલીસજીપમાં બેસાડી પોલીસ મથકે લઈ ગયા હતાપોલીસે ભોગ બનનાર મધુબેનના પુત્ર વિજય સિંહ ચૌહાણને પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે બોલાવ્યા હતા લગભગ રાત્રિના આઠ વાગ્યાની આસપાસ વિજયભાઈ માતાપિતાને લઈને પોલીસ મથકે પહોંચ્યા હતા. જે બાદ વલસાડ રૂરલ પોલીસ મથકના પી.એસ.આઇ આર.બી.વનારે ફરિયાદીના પુત્ર વિજય ચૌહાણને ચેમ્બરમાં બોલાવી શું થયું છે તે પૂછી તમે ફરિયાદ નોંધાવવા કાલે આવજો એમ કહ્યું હતું.
વિજયભાઈએ નવસારીમાં શિક્ષક છું અને ખેરગામમાં રહું છું નોકરી બગડે તેથી તમે અત્યારે ફરિયાદ નોંધી લો તો સારું, એમ કહેતા પીએસઆઇએ આ સ્કુલ નથી કે તમે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછો અને સામો જવાબ મળી જાય, તમારે બેસવું પડશે, વાર લાગશે એમ કહી દબડાવ્યા હતાં. માતાનું મંગળસૂત્ર ચોરાયું હોય અને પોલીસ સામેથી દબાવતી હોય વિજયભાઈએ પિતાના મિત્ર બહેજ ગામનાં ગણેશભાઈ પટેલને બોલાવ્યા હતા. ગણેશભાઈ પોલીસ સ્ટેશન આવી આવું નહીં ચાલે જેની ચોરી થઈ છે તેને તમે આવી રીતે દબાવો છો એમ કહેતા પીએસઆઇએ ગણેશભાઈ ઉપર દારૂ પીધેલાનો કેસ કરી દીધો હતો.
જે બાબતની જાણ નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર અને કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલને કરાતાં તેમણે ડીએસપી રાજદીપસિંહ ઝાલાને વાકેફ કર્યા હતા. ડીએસપીએ ફરિયાદ નોંધવામાં આનાકાની કરી હશે તો પીએસઆઇ સામે પગલાં લેવાની ખાત્રી આપી હતી.
નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર રાત્રે 11 વાગ્યે વલસાડ રૂરલ પોલીસ મથકે આવી પહોંચ્યા હતાં. તેમણે સુગરની બીમારીથી પીડિત વયોવૃદ્ધ મહિલા ફરિયાદીને રાત્રે બાર બાર વાગ્યા સુધી બેસાડી રાખવા બાબતે ડીવાયએસપી મનોજ ચાવડાને ટેલિફોનિક જાણ કરતાં તેમને રાત્રે 12 વાગ્યે મોકલી દેવાયા હતા. ઉપરાંત પીધેલાના કેસમાં સંડોવાયેલા ગણેશભાઇ પટેલને પણ છોડી પોલીસે છોડી દેવાની ફરજ પડી હતી.