
જેકલીન ફર્નાન્ડીસની મની લોન્ડ્રિંગ કેસને મુદ્દે મુશ્કેલી ઓછી થઈ રહી નથી. ઈડી સતત આ કેસમાં એક્ટ્રેસની પૂછપરછ કરી રહી છે. ઈડીએ પોતાની ચાર્જશીટમાં અમુક મોટા ખુલાસા કર્યા હતા પરંતુ હજુ પણ ઈડીને પોતાના પ્રશ્નોના જવાબ મળી રહ્યા નથી. જેના કારણે એકવાર ફરીથી ઈડીએ પોતાની ઓફિસમાં જેકલીન ફર્નાન્ડીસને બોલાવી છે. એક્ટ્રેસની ઓફિસમાં સતત પૂછપરછ ચાલુ છે.
ઈડીની ચાર્જશીટ અનુસાર આરોપી સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડીસનો વિશ્વાસ જીતવા માટે તેમને કરોડોની ભેટ આપી હતી. સાથે જ આરોપીએ અભિનેત્રીને એક મિની ચોપર પણ ગિફ્ટ કર્યુ હતુ. જોકે તેણે આને સુકેશ ચંદ્રશેખરને પાછુ આપી દીધુ હતુ. આ ચાર્જશીટ 30 ઓગસ્ટ અને 20 ઓક્ટોબરે જેકલીન ફર્નાન્ડીસ સાથે પૂછપરછ બાદ ફાઈલ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર સુકેશે જેકલીન ફર્નાન્ડીસની સાથે-સાથે તેના પરિજનોને પણ કરોડોની ગિફ્ટ્સ આપતો હતો. સુકેશ ચંદ્રશેખરે જેકલીનની માતાને પોર્શે કાર ગિફ્ટ આપી હતી. અમુક મહિના પહેલા ઈડીએ સુકેશ ચંદ્રશેખર કેસમાં જેકલીન વિરુદ્ધ મોટી એક્શન પણ લીધી હતી. પીએમએલએ કાયદા હેઠળ ઈડીએ જેકલીનની 7 કરોડથી વધારેની સંપત્તિ જપ્ત કરી લીધી હતી.