
વલસાડ 28
ખેરગામ તાલુકાના એક ગામની 17 વર્ષીય સગીરાને સંબંધમાં બનેવી થતા ગૌરી ગામના યુવાને પ્રેમજાળમાં ફાંસાવી વારંવાર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી તરછોડી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે
પોલીસ સુત્રોથી મળેલી વિગતો મુજબ ખેરગામ ગામના વડપાડા ગામની 17 વર્ષની સગીરાને ગૌરી ગામે રહેતો સગીરાના માસીનો જમાઈ હિતેશભાઈ મુકેશભાઈ પટેલે લગ્નની લાલચ આપી પોતાની ઘરે અને ગામની પ્રાથમિક સ્કૂલમાં અવાર નવાર લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું વારંવાર દુષ્કર્મ નો ભોગ બનેલી સગીરા ગર્ભવતી થઈ હતી જે બાબતે સગીરાએ હિતેસને જણાવતા હિતેશ સગીરાથી દુર થયો હતો ટેન્શનમાં રહેલી સગીરાને 20 જૂને તાવ ભરાયો હતો તાવ ભરાતા સગીરાને તેના માતા પિતા દવાખાને લઈ ગયા હતા જ્યાં ડોકટરે સગીરા ગર્ભવતી હોવાનું જણાવતા સગીરાના માતાપિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી જે બાદ માતા પિતાએ સગીરાનું ધરમપુરની હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવી હતી જેમાં છ માસનો ગર્ભ હોવાની પુષ્ટિ થઈ હતી જે બાદ માતાપિતાએ દબાણ આપી પૂંછ પરછ કરતા સગીરાએ ગૌરી ગામના મોટા ફળિયામાં રહેતો હિતેશનું નામ જણાવ્યું હતું અને 10-9-2021 ના રોજ ગણપતિ સ્થાપનાના દિવસથી હિતેસે સગીરાને પ્રેમજાળમાં ફાંસાવી હોવાનો ખુલાસો કર્યો હતો તે દિવસે પ્રાથમિક સ્કૂલના ટેરેસ પર અને ત્યાર બાદ અનેક વાર પોતાની ઘરે લઈ જઈ દૂષકર્મ કર્યું હોવાનો સગીરાએ જણાવ્યું હતું વધુમાં તેણી એ જણાવ્યું હતું કે હિતેસે પત્ની છોડી દીધી હોવાની વાત કરી સગીરાને વિશ્વાસમાં લીધો હતો. અને લગ્ન કરવાનો વાયદો કર્યો હતો જેથી સગીરા તેની વાતમાં આવી ફાંસાઈ ગઈ હતી વાત બહાર પડતા આ બાબતે ગૌરી ગામના સરપંચ પ્રકાશભાઈ પટેલ સહીત અન્ય આગેવાનોની હાજરીમાં ગત 21 જૂને ગામમાં બેઠક યોજી હતી જેમાં હિતેસે બાળક તેનો હોવાની કબૂલાત કરી હતી પરંતુ બે ત્રણ દિવસ બાદ હિતેશ ફરી ગયો હતો અને સુનિતાનો નમ્બર બ્લેક લિસ્ટમાં નાખી દીધો હતો હિતેશના ફરી જવાથી સુનિતાના માતા પિતા વિવશ થઈ પોલીસનો સહારો લીધો હતો અને ખેરગામ પોલીસ મથકે જઇ ફરિયાદ નોંધાવી હતી પોલીસે 376(2)(જે)(એન)(એસ) 506(2) તેમજ પોકસો એકટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી મેડિકલ ચકાસણીની તજવીજ હાથ ધરી છે પ્રકરણની તાપસ બીલીમોર ઇન્ચાર્જ સીપીઆઈ ચૌધરી કરી રહ્યા છે