
વલસાડ 25 (વિજય યાદવ )
વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વાપી ભાજપ શહેર સંગઠન દ્વારા 25મી જૂન કટોકટી દિવસ નિમિતે માનવ સાંકળ રચી આ કાળા દિવસને વખોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો નગરપાલિકાના હોદ્દેદારો અને ભાજપી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કરી ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કર્યા હતાં.
વાપીમાં સરદાર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન દ્વારા 25મી જૂન 1975ના કટોકટી દિવસને યાદ કરવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકરોએ માનવ સાંકળ રચી આ કાળા દિવસને વખોડયો હતો . તેમજ કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર સાથે બજારના મુખ્ય માર્ગ પર રેલી કાઢી હતી.25મી જૂન, 1975 થી 21મી માર્ચ, 1977 સુધી 21 (એકવીસ) મહીનાઓ સુધીના સમયને કોંગ્રેસની સલાહથી તત્કાલીન રાષ્ટ્રપતિ એ ભારતીય સંવિધાન ધારા 352 અંતર્ગત કટોકટી કાળ (આપાતકાળ) જાહેર કર્યો હતો. આ કટોકટીમાં શક્તિશાળી ભારતીયોને બળજબરીથી પકડવામાં આવ્યા અને પ્રાણીઓની જેમ જેલમાં ધકેલી દેવામાં આવ્યાં હતાં.પ્રજા પર જાતજાતની પાબંદીઓ લાદવામાં આવી હતી પ્રેસની સ્વાતંત્રતા છીનવી લેવાઈ હતી ભારત દેશના ઇતિહાસમાં આ સમયને સૌથી વધારે વિવાદાસ્પદ સમય માનવામાં આવે છે. તો, કટોકટી કાળ હટાવી લેવાયા બાદ લોક સભાની ચુંટણીઓ થઇ હતી એ વખતે તત્કાલીન સ્વર્ગવાસી વડાપ્રધાન ઇંદિરા ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષને હારનો સામનો કરવો પડ્યો હતો