
વલસાડ 26 (વિજય યાદવ )
પારડી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે પારડી નગરપાલિકા વિસ્તારની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઓવરહેડ એચટી લાઈનો ને અંડર ગ્રાઉન્ડ કેબલ માં રૂપાંતર કરવાની કામગીરી નું રૂ. 13.67 કરોડના ખર્ચે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇ ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ઓડિટોરિયમ યોજાયેલા કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત કેબિનેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ આઝાદીના 75 માં વર્ષની ઉજવણી ના ભાગરૂપે આજે પારડી નગર માં અંડરગ્રાઉન્ડ કેબલ પ્રોજેક્ટ નો ખાતમુહૂર્ત કરતા નગરજનો ને ભેટ આપી હતી. મંત્રી એ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ તૈયાર થયા બાદ વારંવાર પાવર કટ થવાની સમસ્યા નો હલ થશે. અને પારડી સુંદર શહેર રહે, લોકોની સલામતી વધે તે માટે પારડીના વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. તેમજ પાલિકાના સીઓ ને પાણી ની પાઇપ લાઈન, ગેસ લાઈન, ડ્રેનેજ લાઈન નું સંકલન કરી ડીજીવીસીએલ ના અધિકારીઓને સહકાર મળે તે રીતે કામગીરી કરવા સૂચના આપી હતી. અને આ કામગીરી ઓક્ટોબર માસ દિવાળી પહેલા પૂર્ણ થશે હોવાનું જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ ડો. કે.સી. પટેલ, સુરત ના એમ.ડી. કુમારી સ્નેહલ ભાપકર, વીજ કંપની નાં મુખ્ય ઇજનેર સી.ઓ જીગ્નેશ બારોટ, પારડી મામલતદાર આર.આર. ચૌધરી, પાલિકા પ્રમુખ હસુભાઈ રાઠોડ, પારડી શહેર સંગઠન પ્રમુખ રાજેશ પટેલ, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ, સ્ટાફ મિત્રો વગેરે ઉપસ્થિત રહ્યા હતા