
વલસાડ 25 (વિજય યાદવ )
ખેરગામ ભસ્તા ફળિયા આઈટીઆઈ ની સામે આવેલી પ્રાથમિક શાળામાં નવસારી નવસારીના મદદનીશ બાગાયત નિમાયક દીપ્તિબેન,ખેરગામ કેન્દ્રના સી,આર,સી ભાવિકા બેન,આચાર્ય સંજયભાઈ પટેલ,તાલુકા પંચાયતના સભ્ય મોહીની બેન,ગ્રામ પંચાયત સભ્યો જગદીશપુર ઉર્ફે જીગ્નેશભાઈ એસએમસી અધ્યક્ષ મુકેશભાઈ,ફળિયાના અગ્રણી ઠાકોરભાઈ સહિત વાલીઓની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવણી અંતર્ગત ભસ્ટા પ્રાથમિક શાળામાં 12 વિદ્યાર્થીઓ સરસીયા ફળિયા પ્રાથમિક શાળામાં 3 બાળકો મળી કુલ ધો 1 માં 15 થતા આંગણવાડી 6 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો ઉપસ્થિતિ દિપ્તીબેને જણાવ્યું હતું કે બાળકોએ અભ્યાસની સાથે અનેક પ્રવૃત્તિમાં ભાગ લેવો જોઈએ આપણું બાળક અનેક પ્રવૃત્તિમાં આગળ વધે તે માટે વાલીઓએ બાળકો ઉપર ધ્યાન આપવાની ટકોર કરી સાથે શિક્ષણ આરોગ્ય સ્વસ્થતા અને બેટી બચાવો બેટી પઢાવો વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં શાળાના શિક્ષકો વાલીઓ અને આંગણવાડી ના સંચાલકો અને ચીખલી તાલુકાના આઇ.સી.ડી.એસ ના પા..પા.. પગલી વિભાગના કર્મચારી પીનલબેન પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ પાંચ ની વિદ્યાર્થીની દિવ્યાંશી બેન વિકાસભાઈ પટેલે કર્યું હતું.ધો.5 ની વિદ્યાર્થિની દિવ્યાંશીએ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સારી સ્પીચ આપતા ઉપસ્થિત મહેમાનોએ દિવ્યાંશી ને ઇનામ ભેટ સ્વરૂપે આપી પ્રોત્સાહિત પૂરું પાડ્યું હતું