
વલસાડ 24
વાપી જીઆઇડીસી વિસ્તારમાં વર્ષોથી ટેક્સ ન ભરનાર ઉદ્યોગપતિઓ, મિલકતધારકો સામે નોટિફાઇડ વિભાગે લાલ આંખ કરી છે નોટીફાઇડ વિભાગની પઠાણી ઊંઘરાણી થી કોરોનાની કપરી પરિસ્થિતિમાં ટેક્સ ન ભરી શકેલ ઉદ્યોગપતિઓ મિલકતધારકો માં ફફડાટ ફેલાયો છે
વાપી GIDCમાં નોટિફાઇડ દ્વારા રહેણાંક અને ઔદ્યોગિક એકમોના મિલકતધારકોને નોટિસ પાઠવી પાણી-વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરતા મિલકત ધારકોમાં ફફડાટ ફેલાયો છે. આવનાર દિવસોમાં વિકાસ કામો કરવાના હેતુથી વર્ષો જૂના ટેક્સની વસૂલાત માટે કડક ઉઘરાણી હાથ ધરવામાં આવી હોવાનું લોકોમાં ગણગણાટ છે.વાપી GIDCમાં નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા વર્ષો જૂની વિવિધ ટેક્સ પેટેની. બાકી રહેલ રકમ વસૂલવા . રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારમાં મિલકતધારકોને નોટિસ પાઠવી પાણી કનેક્શન કાપવા સહિત વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેને લઈ ટેક્સ બાકી રહેલ મિલકત ધારકોમાં દોડધામ મચી છે અને નોટિફાઇડ વિભાગની કડક કાર્યવાહી થી કેટલાક મિલ્કતધારકો બાકી રહેલ ટેક્સની રકમ. ગમે ત્યાંથી લાવીને જમા પણ કરી દીધી છે.
વાપી નોટિફાઇડ દ્વારા દોઢ મહિનામાં કરોડોની રકમની વસુલાત કરવામાં આવી હોવાની બાબત ચર્ચાય રહી છે. આ અંગે નોટિફાઇડના ચીફ ઓફિસર ડી. બી. સગરે જણાવી રહ્યા છે કે, નોટિફાઇડ વિસ્તારમાં આગામી દિવસોમાં માર્ગો, પાણી ડિસ્ટ્રીબ્યુશન લાઇન, હાઉસીંગની ડ્રેનેજ અપગ્રેડ કરી STP પ્લાન્ટ સ્થાપવા સહિતના અંદાજિત 150 કરોડથી વધુના પ્રોજેકટ હાથ ધરવાના છે. જે માટે વર્ષો જુના ડ્રેનેજ, પાણી નો ટેક્સ વસૂલવા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે મિલ્કતધારકોના લેણા વર્ષોથી બાકી છે તે મિલ્કતધારકોને નોટિફાઇડ દ્વારા નોટિસ પાઠવવામાં આવી રહી છે. જૂની અને જર્જરિત ઇમારતોથી કોઈ નુકસાન ના થાય તે દિશામાં પણ ધ્યાન આપવામાં આવ્યું છે અને આવી મિલકત ધરાવતા મિલકતધારકોને પણ નોટિસ આપવામાં આવી છે.
GIDC વિસ્તારમાં આવેલ હાઉસિંગ સોસાયટીની ટેક્સની રકમ વસૂલવા પાણી કનેક્શન કટ કર્યા છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પાણી કનેક્શન કાપ્યા બાદ વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરી છે. આ મિલકત ધારકો પાસેથી નોટિફાઇડ દ્વારા ડ્રેનેજ વેરા પેટે 5 લાખથી 25 લાખ સુધીના ટેક્ષ વર્ષોથી બાકી છે.નોટિફાઇડ વિભાગ વર્ષો જૂના બાકી રહેલા ટેક્સની રકમ ઉઘરાવી ભંડોળ એકઠું કરવા માંગે છે. લોકોની સુવિધા આપવાની આશાએ વિકાસના પ્રોજેકટ લાવવા વિચારણા કરી રહ્યું છે. જો કે નોટિફાઇડ વિભાગ લોકોને કેટલી સુવિધા આપે છે એ જગજાહેર છે વાપીની જીઆઇડીસી વિસ્તારમાં આવેલ નંદવાણા, નાથાણી મશીનરી, વન્ડર કેમ, આર. એ. શેખ, એસ. જે. એન્જીનીયરીંગ જેવા એકમો ધરાવનાર 10 થી વધુ મિલકતધારકો તેમજ કેટલીક રેસિડેન્સીયલ સોસાયટીના ફ્લેટ ધારકોને નોટિસ આપી ડ્રેનેજ વેરાની કડક વસુલાત કરવામાં આવી રહ્યું છે