
ગુજરાતમાં યોજાનાર નેશનલ ગેમ્સની બીચ વોલીબોલ, બીચ હેન્ડ બોલ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન માટે સુરતની પસંદગી કરવામાં આવી છે. સુરતમાં પહેલી વાર નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું હોવાથી સુરતના પ્રભારી સુરતના અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરવા સાથે બેઠકનો દોર શરુ કર્યો છે.
આ વર્ષે નેશનલ ગેમ્સના યજમાન તરીકે ગુજરાત રાજ્યની પસંદગી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગર સહિત સુરતમાં પણ અલગ-અલગ 36 જેટલી સ્પર્ધાઓનું આયોજન થશે. જેમાં સુરતમાં બીચ વોલીબોલ, બીચ હેન્ડ બોલ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટનની સ્પર્ધામાં દેશભરના ખેલાડીઓ ભાગ લેવા માટે આવશે, જેના કારણે સુરતના પ્રભારી સચિવ એમ.થેન્નારસન સહિતના અધિકારીઓ દ્વારા ડુમસ સહિતના સ્થળોની વિઝીટ શરુ કરી હતી.
સુરત મહાનગર પાલિકાના કમિશનર બંછાનીધિ પાની સહિત પાલિકાના અધિકારીઓ પણ ડુમસ પહોંચ્યા હતા. ડુમસની મુલાકાત કર્યા બાદ સ્પોર્ટ્સ કાર્નિવલનું જ્યાં આયોજન કરવામાં આવનાર છે તે ડીજી ગોયન્કા આઈકોનિક રોડની પણ મુલાકાત લીધી હતી.ત્ય રાબદ અધિકારીઓ સાથે મીટીંગનો દૌર શરૂ કરાયો હતો.