
પાર્ટીગેટ કાંડને કારણે તાત્કાલિક વડાપ્રધાન પદેથી બોરિસ જોન્સને રાજીનામુ આપ્યા બાદ બ્રિટનમાં ખાલી પડેલી વડાપ્રધાનની સીટ માટે ભારતીય મૂળના ઋષિ સુનાક લીઝ ટ્રુસ વચ્ચે ભારે સ્પર્ધા બાદ અંતે આજે જોન્સન સરકારમાં વિદેશમંત્રી રહી ચૂકેલા ટ્રુસ વડાપ્રધાનની ચૂંટણી જીત્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લીઝ ટ્રુસ કન્ઝર્વેટીવ પાર્ટીની ચૂંટણીમાં 57.4% મત સાથે વિજય બન્યા છે. આજે જાહેર થયેલ પરિણામ અનુસાર સત્તારૂઢ પાર્ટી કન્ઝર્વેટીવ પાર્ટીની આંતરિક ચૂંટણીમાં સુનાકના 42.6% મતની સામે ટ્રુસની 57.4% મત મળ્યા છે.
જહોન્સન કેબીનેટમાં નાણા મંત્રી રહેલા અને મૂળ ભારતીય એવા રિશી સુનાક અને વિદેશ મંત્રી લીઝ ટ્રુસ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.
એક તબક્કે સુનાક આગળ ચાલી રહ્યા હતા પણ પછી ટ્રુસ આક્રમક વલણને પગલે નવા વડાપ્રધાન બનશે એવું બ્રિટીશ માધ્યમ ઓપીનિયન પોલમાં મનાઇ રહ્યું હતુ.