
ખેરગામ વિજય યાદવ
આજરોજ ખેરગામ તાલુકા બક્ષીપંચના જીજ્ઞેશભાઈ આહિર, દિનેશભાઇ પટેલ, સંદીપભાઈ પટેલ, ચિંતન લાડ સહીત અનેક આગેવાનોએ પરભુભાઈ આહિરની આગેવાનીમાં તાલુકાના અન્ય પછાત જાતીઓ / બક્ષીપંચ / ઓબીસી જ્ઞાતિજનોના શિક્ષણ , નોકરી તથા ચૂંટણીની બેઠકોમાં 27 % અનામત ફાળવી આપવા માટે મામલતદાર જે.કે. સોલંકીને આવેદનપત્ર આપી તેમની માંગને સરકાર સુધી પહોંચાડવા અપીલ કરી હતી
આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારના બંધારણ મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત જાતીઓ / બક્ષીપંચ / ઓબીસી જ્ઞાતિજનોના લોક કલ્યાણ માટે અભ્યાસ , નોકરી તથા ચૂંટણીની બેઠકોમાં 27 % અનામત ફાળવી જાહેર અમલ કરવા માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કરેલું છે પરંતુ ગુજરાતમાં આ નોટિફિકેશન ની અમલીકરણ થતી નથી જેને કારણે અન્ય પછાત વર્ગના લોકો તેમના પૂરતા લાભથી વંચીત થયા છે નોટીફિકેસનની અમલીકરણ કરવા માટે નવસારી જિલ્લા ઓબીસી સંગઠન બક્ષીપંચ સમુદાયની સર્વવ્યાપી માગ ઉઠી છે ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં ઓબીસી જ્ઞાતિને તેમનો 27 % અનામત પ્રતિનિધિત્વ લાભ મળી રહ્યો છે ગુજરાતમાં ઓબીસી વર્ગમાં લગભગ 145 જ્ઞાતિનો સમાવેશ થયેલ છે અને ગુજરાતની કુલ જનસમૂહ સંખ્યા આધારે લગભગ 52 ટકા વસ્તી ઓબીસી જ્ઞાતિઓ ધરાવે છે તેમ છતાં અન્ય પછાત જ્ઞાતિના જનસમુહને પૂરતો લાભ મળતો નથી . સરકારે ગુજરાતમાં 52 ટકા વસ્તી ધરાવતા અન્ય પછાત વર્ગના લોકોની માગ પર વિશેષ ધ્યાન આપી તેમની માંગને પુરી કરવી જોઈએ એવી સમયની માંગ છે