
બેંકના ગ્રાહકોને બેંક તરફથી મળતી સર્વિસ અને તેમાં સુધારણા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિમાયેલી કમીટીના અધિકારીઓ અને ગ્રાહકો સાથેની રિવ્યુ મીટીંગનું આયોજન ધી વરાછા કો-ઓપ.બેંક લિ.,સુરતની સરથાણા શાખા ખાતે કરવામાં આવ્યુ હતુ,
RBI દ્રારા નિર્ધારીત ગ્રાહક સેવાના ધારા-ધોરણ મુજબ બેંકના ગ્રાહકોને સેવાઓ મળી રહે છે કે કેમ? બેંકિંગ સેવાઓમાં ગ્રાહકોને પડતી અગવડતા અને જરૂરી સજેશનો મેળવવા માટે આયોજીત આ મીટીંગમાં RBI ની “રિવ્યુ ઓફ કસ્ટમર સર્વિસ સ્ટાન્ડર્ડસ” કમીટીના અધિકારી શ્રી બી.પી.કાનુન્ગો (ફોર્મર ડેપ્યુટી ગર્વનર, RBI ચેરપર્સન), શ્રી એ.કે.શર્મા (એકઝીકયુટીવ ડિરેક્ટર, RBI), ડો.અમીથા સેહગલ (હોનરેબલ સેક્રેટરી, ઓલ ઈન્ડિયા બેંક ડિપોઝીટર્સ એસો.), RBI, ઓમ્બુડ્સમેન, અમદાવાદના ચીફ જનરલ મેનેજર શ્રીમતી સારા રાજેન્દ્રકુમાર તથા શ્રીમતી દેવિકા ગૌરીશંકર (GM, RBI, BO) અને શ્રી આનંદ (GM, CEPD, RBI) વરાછા બેંક ખાતે ઉપસ્થિત રહયા હતા.
રિવ્યુ મીટીંગમાં ગ્રાહકો પાસેથી સહકારી બેંકો, પ્રાઈવેટ બેંકો અને સરકારી બેંકોમાંથી મળતી સર્વિસ અને પ્રશ્નો અંગે કમીટીના સભ્યોએ માહિતી મેળવી હતી અને તેમની રજુઆતો સાંભળવામાં આવી હતી. આ મીટીંગમાં અન્ય બેંકોના પ્રતિનીધિઓ પણ ઉપસ્થિત રહયા હતા, જેમાં નાફકબના ડિરેક્ટર અને બારડોલી નાગરિક સહકારી બેંકના શ્રી ગૌતમભાઈ વ્યાસ, અખંડ આનંદ બેંકના શ્રી નટુભાઈ, શ્રી કિરીટભાઈ પટેલ તથા શ્રી દિપકભાઈ સોની, સુરત મર્કેન્ટાઈલ બેંકના શ્રી રાકેશભાઈ દેસાઇ વગેરે પાસેથી પણ અધિકારીઓએ સુચનો મેળવ્યા હતા અને RBI ની માર્ગદર્શિકામાં જરૂરી ફેરફારો કરી વધુ સારી સેવા આપી શકાય તે માટેનો હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.
વરાછા બેંકની ખાતેદાર અકસ્માન વીમા યોજના અંર્તગત સ્વ,બ્રીજેશભાઈ પટેલનું અકસ્માતે અવસાન થતા તેમના વારસદાર ચાંદનીબેન પટેલને રૂા. ૫ લાખની વીમા રકમનો ચેક અધિકારીશ્રીઓના હસ્તે અર્પણ કરાયો હતો. સ્વ.બ્રીજેશભાઈનું વરાછાબેંકમાં સેવિંગ ખાતું હોવાથી રૂ।. ૧ લાખ, લોન ખાતા બદલ રૂા. ૨ લાખ તેમજ સભાસદ હોવાથી રૂા. ૨ લાખ મળી કુલ રૂા. ૫ લાખની વીમારાશી મળવાપાત્ર થઈ હતી,
અત્રે મીટીંગમાં ઉપસ્થિત તમામને બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરાએ આવકાર્યા હતા અને મીટીંગના અંતે બેંકના જનરલ મેનેજરશ્રી વિઠ્ઠલભાઈ ધાનાણી એ તમામનો આભાર વ્યકત કર્યો હતો.