સુરત,
નીટના આજે જાહેર થયેલા પરિણામમાં સુરતમાં પી.પી. સવાણી સ્કૂલમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી વરદ વૈભવભાઈ જાદવ સમગ્ર ભારતમાં EWS કેટેગેરીમાં બીજો રેન્ક પ્રાપ્ત કરી સુરતનું નામ રોશન કર્યું છે.
નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા દેશની મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલ નીટ મેઈન પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં પી.પી.સવાણી સેન્ટર ફોર એક્સેલન્સના જાદવ વરદ વૈભવભાઈ ૭૨૦ માંથી ૭૦૦ માર્ક્સ મેળવીને સમગ્ર ભારતમાં EWS કેટેગેરીમાં બીજો રેન્ક પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી. આ ઉપરાંત આ સ્કૂલના વિદ્યાર્થી જેમીષ અશોકભાઈ લાદુમોર વિધાર્થીએ 680 માર્ક્સ મેળવીને સમગ્ર ભારતમાં સુરતનું નામ રોશન કર્યું હતું. આ વિદ્યાર્થીઓની મહેનત અને કોઠાસૂઝ તથા ખંતીલા શિક્ષકોનું સમયસરનું અને સચોટ યોગ્યદીશાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓની સફળતાના પર્યાય બની ગયા હતા. સમગ્ર દેશમાં બીજો નબર આવનાર વરદ વૈભવભાઈ જાદવ મૂળ મહારાષ્ટ્રના સાંગલીનો વાતની છે. પિતાનું કોરોના મુત્યુ થયું હતું. ધોરણ ૧૦ સુધી વતનમાં ભણ્યા બાદ સુરતમાં પી.પી.સવાણી સેન્ટર ફોર એક્સેલન્સમાં પરીક્ષા આપી સ્કોલરશીપ મળે તો વિનામૂલ્યે ભણી શકાય તેમ હોવાથી સુરત આવીને પરીક્ષા આપીને સુરતની પી.પી.સવાણી સ્કૂલમાં ભણતો હતો.ધોરણ ૧૨ માં cbse બોર્ડમાં ૯૮ ટકા સાથે પાસ થયા બાદ આજે EWS કેટેગરીમાં સમગ્ર દેશમાં બીજા નંબરે પાસ થઈને સુરતનું નામ દેસબરમાં ચમકાવ્યું હતું.હવે દિલ્હીની એઇમ્સ કોલેજમાં એમબીબીએસ ભણવું છે.
સંઘર્ષ થી સફળતા તરફ
“મોરનાં ઈંડા ચીતરવા ના પડે” કહેવત મુજબ પિતાના સંઘર્ષને જોઇને તેમના 18 વર્ષના પરિશ્રમનો અંત લાવવા માટે ઉત્તરપ્રદેશ થી સુરત સ્થાયી થયેલા અને ફળ વેચનાર મહેન્દ્રભાઈ ના પુત્ર આશાદીપ IIT- ધોરણ 12 સાયન્સ (અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા સોનકર મોનુ એ બોર્ડ માં 500 માંથી 450 માર્કસ સાથે 99.76 PR, ગુજકેટ માં 120 માંથી 115 માર્કસ સાથે 99.96PR તથા MBBS ના પ્રવેશ માટેની નીટની પરીક્ષા માં પણ 720 માંથી 575 માર્કસ સાથે 98.06 પરસેન્ટાઈલ રેન્ક અને 660 મો કેટેગરી રેન્ક સાથે જ્વલંત સફળતા મેળવી છે. પિતાની અથાગ પરિશ્રમ ને ધ્યાને લઈને મોનું એ મેળવેલ પરિણામે “પરિશ્રમ એજ પારસમણી” કહેવત ને સાચા અર્થ માં પુરવાર કરી પિતાનું MBBS ડોક્ટર બનવાનું સપના તરફ આગળ વધ્યો છે.