
વલસાડ તા.29 (VIJAY YADAV VALSAD )
મોંઘવારી અને બેરોજગારીનો પ્રકોપ ગરીબ પ્રજા માટે શ્રાપ બન્યો છે આમદની અઠંનની હોય અને ખર્ચા રુપૈયા નો થતો હોય તેવી સ્થિતિ ઉભી થતા ગરીબ પરિવારો ની સ્થિતિ દયાજનક બની જાય છે વલસાડ મોવરવાડીમાં શિવચરણ એપાર્ટમેન્ટ માં ત્રીજા માળે રહેતા એક પરિવાર આર્થિક તંગી થી ત્રાસી જઇ સામુહિક હત્યાનો પ્રયાસ કર્યો હતો ચાર સભ્યોના ( મુકેશ મહેતા 62 , મીના મુકેશ મહેતા ઉંવ. 59, પ્રથમેંસ મુકેશ મહેતા ઉંવ 32, ટીના મુકેશ મહેતા ઉં.વ. 40)મહેતા પરિવારમાં પુત્ર પ્રથમેશને નોકરી નહિ મળતા અને પિતા મુકેશની કામચલાઉ સિક્યુરિટીની નોકરી છૂટી જતા આવક બંધ થઈ હતી 59 વર્ષીય મીના મુકેશ મહેતાને ડાયાબીટીસ હોવાને કારણે દર મહીને દવાનો ખર્ચો થતો હતો ઘરમાં એક પણ રૂપિયાની આવક ન હોય અને દર મહિને હજારો રૂપિયાનો ખર્ચો થતો હોવાને કારણે આર્થિક તંગી આવતા માનસિક રીતે ભાંગી પડેલ મહેતા પરિવાર ના ચાર સભ્યો એકીસાથે ગત 29 તારીખે ઊંઘની વધુ પડતી ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
મુંબઈમાં રહેતી દીકરી એ સમાચાર જાણવા માટે અનેક વાર ફોન કર્યો પરંતુ કોઈકે ફોન ન ઉપાડતા દીકરીએ અન્ય લોકોને ફોન કરી સમાચાર જાણવા પ્રયાસ કર્યો હતો જેમાં મહેતા પરિવારના ચારેય સભ્યો દવા પી જઇ જીવન ટૂંકાવી લેવાનો પ્રયાસ કર્યા હોવાનો મામલો સામે આવ્યો હતો જોકે તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ચારેયની હાલત હવે સારી છે પરંતુ કેટલાક દિવસો થી સંપૂર્ણ આહાર ન લેવાને કારણે અને દવા પી જવાને કારણે અસ્ક્ત થયા છે ચારેય સારા થઈને આજે કે બે ત્રણ દિવસમાં ઘરે આવશે પરંતુ તેમણે રોજીરોટી કેવી રીતે મેળવવી તે આજે પણ એક મોટો પ્રશ્ર બન્યો છે સરકાર આ પરિવારની આજીવિકાની સુવિધા કરી આપે એવી સેમયની માગ છે વલસાડ જિલ્લાની સેવાભાવી સંસ્થાઓ આર્થિક તંગીને કારણે મરવા તૈયાર થયેલ નિઃસહાય આ પરિવરને આત્મનિર્ભર બનાવવા મદદ કરે તેવી સમયની માંગ ઉઠી છે