Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • January
  • દુર્ઘટના:સરથાણામાં રૂમાલ સૂકવવા જતાં BScના વિદ્યાર્થીનું પાંચમા માળેથી પટકાતાં મોત
  • GUJARAT

દુર્ઘટના:સરથાણામાં રૂમાલ સૂકવવા જતાં BScના વિદ્યાર્થીનું પાંચમા માળેથી પટકાતાં મોત

Real January 4, 2023 1 minute read
મોત
Spread the love

સરથાણામાં રૂમાલ સુકવતી વખતે પગ લપસતા પાંચ માળેથી પટકાયેલા બીએસસીના વિદ્યાર્થીનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. પટકાવાના અન્ય બનાવમાં સચિન જીઆઈડીસીમાં લીફ્ટના ડકમાં પટકાતા કિશોરનું મોત નિપજ્યું હતું. જ્યારે રઘુકુળ માર્કેટ પાસે બ્રિજ પરથી અકસ્માતે પટકાતા એક યુવકનું મોત નિપજ્યું હતું. સરથાણા વ્રજભુમી સેક્ટર-૨માં રહેતા રામજીભાઈ દુધાણી વરાછા મીનીબજાર પાસે હીરાનુ કારખાનું ચલાવે છે.

તેમનો 20 વર્ષીય પુત્ર મીત ભગવાન મહાવીર કોલેજમાં બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. સોમવારે સવારે મીત ઘરે બાલ્કનીમાં રૂમાલ સુકવવા જતા તેનો પગ લપસી જતા પાંચમા માળની બાલ્કનીમાંથી પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા મીતને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું ટુંકી સારવાર બાદ સોમવારે બપોરે મોત નિપજ્યું હતું. સરથાણા પોલીસે હોસ્પિટલ દોડી જઇ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સચિનમાં લિફ્ટના ડક્ટમાં પટકાતા કિશોરનું મોત
સચિન જીઆઈડીસી પાલીગામ સાંઈકૃપા સોસાયટીમાં રહેતો સિધેશ્વર ઈન્દ્રમણી શેઠ(16) સચિન જીઆઈડીસી ખાતે આવેલી લવંગવાલા ફેબ કંપનીમાં બોબીન ભરવાનું કામ શિખતો હતો. મંગળવારે સિધેશ્વર કારખાનામાં સુઈ ગયો હતો. મળસ્કે ગુડ્સ લીફ્ટમાં નીચે જવા ગયો હતો. જોકે લીફટ્ ન હોવા છતા ઉંઘમાં તે ડકમાં જતો રહેતા પટકાયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

રઘુકુળ માર્કેટ પાસે ફ્લાયઓવરથી પટકાતા યુવકનું મોત : આંજણા ફાર્મ પાસે રઘુકુળ માર્કેટમાં રહેતો અહમદ રઝા સમીર રઝા(૨૦)માર્કેટમાં સીલાઈ મશીન પર કામ કરતો હતો. ગઈ તા.૨૬ ડિસેમ્બરના રોજ અહમદ રઘુકુળ માર્કેટની સામે ફ્લાય ઓવર બ્રિજ પરથી નીચે પટકાયો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલા અહમદને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન સોમવારે મોડી રાત્રે તેનું મોત નિપજ્યું હતું.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: મોંઘવારી:રોમટિરિયલ મોંઘા થતાં તલ, ગોળ, દાળિયા-કોપરાની ચિક્કીમાં 28% સુધીનો ભાવવધારો
Next: ઝારખંડમાં અમિત શાહની વિજય સંકલ્પ રેલી, હેમંત સોરેનની સરકારને સૌથી ભ્રષ્ટ ગણાવી

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.