Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • અદાણી-હિંડનબર્ગ મામલે મીડિયા કવરેજ પર પ્રતિબંધ નહીં:સુપ્રીમ કોર્ટે કહ્યું- મીડિયાને રિપોર્ટિંગ કરતાં રોકી શકીએ નહીં, કમિટીની રચના અંગે ટૂંક સમયમાં ચુકાદો સંભળાવાશે
  • BUSINESS

અદાણી-હિંડનબર્ગ મામલે મીડિયા કવરેજ પર પ્રતિબંધ નહીં:સુપ્રીમ કોર્ટે કહ્યું- મીડિયાને રિપોર્ટિંગ કરતાં રોકી શકીએ નહીં, કમિટીની રચના અંગે ટૂંક સમયમાં ચુકાદો સંભળાવાશે

Real February 24, 2023 1 minute read
er6rrjpz
Spread the love

સુપ્રીમ કોર્ટે શુક્રવારે અદાણી-હિંડનબર્ગ મામલે મીડિયા કવરેજ પર પ્રતિબંધ લગાવવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું હતું કે મીડિયાને રિપોર્ટિંગ કરતાં રોકી શકીએ નહીં. કોર્ટે કહ્યું હતું કે આ મામલાની તપાસ કરવા માટે તેણે સમિતિની રચના અંગે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે અને એને ટૂંક સમયમાં ચુકાદો સંભળાવાશે. આ અરજી એડવોકેટ મનોહર લાલ શર્મા દ્વારા કરવામાં આવી હતી.

અદાણી-હિંડનબર્ગ કેસમાં 4 અરજી SCમાં
આ મામલામાં અત્યારસુધીમાં 4 જાહેરહિતની અરજી કરવામાં આવી ચૂકી છે. એડવોકેટ એમએલ શર્મા, વિશાલ તિવારી, કોંગ્રેસનેતા જયા ઠાકુર અને સામાજિક કાર્યકર મુકેશ કુમારે આ અરજી કરી છે. આ મામલે પહેલી સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચન્દ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા તથા જેબી પારડીવાલાએ 10 ફેબ્રુઆરીએ કરી હતી.

અરજીઓમાં FIR નોંધવાની અને તપાસની માગ

  • અરજીમાં મનોહર લાલ શર્માએ ભારતમાં હિંડનબર્ગ રિસર્ચના સ્થાપક નાથન એન્ડરસન અને તેમના સહયોગીઓ વિરુદ્ધ તપાસ અને FIRની માંગણી કરી છે. આ સાથે આ મામલે મીડિયા કવરેજ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી હતી.
  • વિશાલ તિવારીએ નિવૃત્ત SC ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરીને હિંડનબર્ગ રિપોર્ટની તપાસની માંગ કરી હતી. તિવારીએ પોતાની અરજીમાં શેરના ભાવ ઘટવા પર લોકોની સ્થિતિ વિશે જણાવ્યું.
  • જયા ઠાકુરે આ મામલે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી છે. તેમણે અદાણી એન્ટરપ્રાઈઝમાં જાહેર નાણાંનું જંગી રોકાણ કરવામાં LIC અને SBIની ભૂમિકાની તપાસની માંગણી કરી હતી.
  • મુકેશ કુમારે પોતાની અરજીમાં SEBI, ED, ઈન્કમટેક્સ વિભાગ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ પાસેથી તપાસ કરવા માટે નિર્દેશ આપવાની માંગ કરી છે.મુકેશ કુમારે આ અરજી પોતાના વકીલો રૂપેશ સિંહ ભદૌરિયા અને મહેશ પ્રવીર સહાય દ્વારા કરી છે.
  • હિંડનબર્ગના અહેવાલે રોકાણકારોને નુકસાન પહોંચાડ્યું હતું
    પિટિશનમાં દાવો કરવામાં આવ્યો છે કે હિંડનબર્ગે શેરોને શોર્ટ સેલ કર્યા હતા, જેના કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું હતું. તેમજ એવું જણાવાયું છે કે આ રિપોર્ટના કારણે દેશની છબી ખરડાઈ છે. તેની અસર અર્થવ્યવસ્થા પર પડી રહી છે. આ સાથે જ રિપોર્ટ પર મીડિયા પ્રચારે બજારોને અસર કરી અને હિંડનબર્ગના ફાઉન્ડર નાથન એન્ડરસન પણ ભારતીય નિયમનકાર સેબીને તેમના દાવાના પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યા હતા.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: રૂ.6 લાખના તોડકાંડમાં અલથાણ PI, PSI ની ટ્રાફિક શાખામાં બદલી
Next: સુવર્ણયુગ ભણી મીટ માંડતુ અમૃતકાળનું બજેટ:ગુજરાતના ગ્રોથ એન્જિન માટે ‘5 પિલર્સ’ આધારિત બજેટ, શિક્ષણ-કૃષિ-ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સર્વોચ્ચ 85 હજાર કરોડની ફાળવણી

Related Stories

WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.