
આજે વડોદરા અને ખેડા જિલ્લાનાં પ્રમુખે રાજીનામું આપ્યું
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે વધુ બે જિલ્લાનું સંગઠન વિખેરી નાંખ્યું છે. આજે વડોદરા અને ખેડા જિલ્લાનાં પ્રમુખે રાજીનામું આપ્યું છે. જેથી ભાજપે આ બન્ને જિલ્લાનાં સંગઠન વિખેરી નાખ્યુ છે. અને આ સાથે ભાજપે વડોદરા અને ખેડા જિલ્લાના મુખ્ય સંગઠનનું વિસર્જન કરવામાં આવ્યું છે.
આજ સાંજ સુધીમાં ખેડા અને વડોદરા જિલ્લાના નવા પ્રમુખ અંગેના નામ જાહેર કરાશે.
અત્રે નોધનીય છે કે થોડા દિવસ પહેલા બનાસકાંઠા અને દ્વારકા જીલ્લા પ્રમુખ બદલવામાં આવ્યા હતા. જે બાદ આજે વધુ બે જિલ્લાના સંગઠનનું વિસર્જન કરવામાં આવ્યુ છે. આજે વડોદરા અને ખેડા જિલ્લાનાં પ્રમુખે રાજીનામું આપ્યું છે. જેથી ભાજપે આ બન્ને જિલ્લાનાં સંગઠન વિખેરી નાખ્યુ છે. મળતી માહિતી મુજબ આજ સાંજ સુધીમાં ખેડા અને વડોદરા જિલ્લાના નવા પ્રમુખ અંગેના નામ જાહેર કરવામાં આવશે.