
બર્ડ ફ્લૂનો વાયરસ પક્ષીઓથી માણસોમાં ફેલાય છે. કેટલાક દેશોમાં પ્રાણીઓમાં આ વાયરસના કેસ સામે આવી રહ્યાં છે. આવી સ્થિતિમાં માણસોમાં ચેપ ફેલાવવાની શક્યતા પણ રહે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એચ-1એન-1 વાયરસ એટલે કે બર્ડ ફ્લૂ મુદ્દે એલર્ટ જાહેર કર્યું છે. WHOએ જણાવ્યું કે વિશ્વને બર્ડ ફ્લૂ બીમારીનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નિવેદન બાદ બર્ડ ફ્લૂને લઈને જોખમ વધી ગયું છે. પરતું શું ભારતને પણ એલર્ટ રહેવાની જરૂર છે, ચાલો જાણીએ આ અહેવાલમાં.
વેટરનરી ડૉ. નરસી રામે જણાવ્યું હતું કે ભારતમાં અલગ-અલગ સમયે બર્ડ ફ્લૂના કેસ આવતા રહે છે. હાલમાં છત્તીસગઢમાં તેના કેસ વધવાનો ભય છે. અગાઉ કેરળમાં કેસ સામે આવતા હતા. એટલે કે કહી શકાય કે ભારતમાં બર્ડ ફ્લૂના કેસ વધવા કે સામે આવવા કોઈ નવી વાત નથી.
મનુષ્ય માટે કેટલું છે જોખમ
બર્ડ ફ્લૂ માણસથી માણસમાં સરળતાથી ફેલાતું નથી. પોલ્ટ્રી ફાર્મમાં કામ કરનાર લોકોને આ બીમારી થવાનું વધું જોખમ હોય છે. આવી સ્થિતિમાં લોકોમાં જો સંક્રમણ ફેલાય તેમ છતાં લક્ષણ હળવા હોય છે. વર્તમાન સમયમાં ભારતમાં કોઈ પણ વ્યક્તિને બર્ડ ફ્લૂનું સંક્રમણ થયું નથી. જોકે દેશમાં છેલ્લા ઘણા સમયથી તેના કેસ સામે આવી રહ્યાં છે.
છતીસગઢમાં બર્ડ ફ્લૂનું જોખમ
છત્તીસગઢના બાલોદ જિલ્લામાં ત્રણ દિવસમાં ત્રણ હજારથી વધુ મરઘીઓના મોત થયા છે. આટલી મોટી સંખ્યામાં મરઘીઓના મોતને કારણે આ જિલ્લામાં બર્ડ ફ્લૂનો ખતરો વધી રહ્યો છે. આવી સ્થિતિમાં મૃત મરઘીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ પરથી તપાસ કરવામાં આવશે કે મરઘીઓમાં બર્ડ ફ્લૂ તો ફેલાયો નથી.