Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • વિનાશકારી યુદ્ધ! 3 લાખ મૃત્યુ, 63 લાખ લોકો ઘરવિહોણા…ખંડેર થયું યુક્રેનવિનાશકારી યુદ્ધ! 3 લાખ મૃત્યુ, 63 લાખ લોકો ઘરવિહોણા…ખંડેર થયું યુક્રેન
  • WORLD

વિનાશકારી યુદ્ધ! 3 લાખ મૃત્યુ, 63 લાખ લોકો ઘરવિહોણા…ખંડેર થયું યુક્રેનવિનાશકારી યુદ્ધ! 3 લાખ મૃત્યુ, 63 લાખ લોકો ઘરવિહોણા…ખંડેર થયું યુક્રેન

Real February 24, 2023
6i88hjl3
Spread the love

– આ યુદ્ધથી સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે અને લોકો બંકરોમાં આશરો લઈ રહ્યા છે

– આ યુદ્ધમાં અત્યાર સુધી 6,900 નાગરિકો માર્યા ગયા છે 

– યુક્રેનમાં 40 ટકા નાગરિકો માનવતાવાદી સહાયતાના આધાર પર છે

નવી દિલ્હી, તા. 24 ફેબ્રુઆરી 2023, શુક્રવાર

યુક્રેન-રશિયા યુદ્ધનો પરિણામ શું આવ્યું તો તેનો એક જ શબ્દમાં સચોટ જવાબ એક જ હોઈ શકે છે, વિનાશ! યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે અને તેણે અત્યાર સુધી માત્ર વિનાશ જ કર્યો છે. ભલે રશિયા દાવો કરે કે તેણે 4 પ્રાંતોનું વિલીનીકરણ કર્યું છે અને ઝેલેન્સ્કી દાવો કરે કે યુક્રેને પોતાનું આત્મસન્માન જાળવી રાખ્યું છે. પરંતુ સત્ય તો એ જ છે કે આ યુદ્ધમાં યુક્રેનની પ્રજાને ઘાસની જેમ કચડી નાખવામાં આવી છે. રશિયા અને પશ્ચિમી દેશો માટે શક્તિ સંતુલનનું માધ્યમ બનેલું આ યુદ્ધ યુક્રેન માટે વિનાશક સાબિત થયું છે. સસ્તુ મેડિકલ શિક્ષણ, ઘઉં જેવા અનાજની વિશ્વની રાજધાની કહેવાતા આ દેશમાં હાલમાં ચારે બાજુ બરબાદી અને ગરીબી છે.

સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે અને લોકો બંકરોમાં આશરો લઈ રહ્યા છે. આ યુદ્ધથી કેટલો વિનાશ થયો છે તેને કેટલાક આંકડાઓથી આપણે સમજી શરીએ છીએ. આ યુદ્ધમાં અત્યાર સુધી 6,900 નાગરિકો માર્યા ગયા છે જ્યારે રશિયા અને યુક્રેનના 2.8 લાખ સૈનિકો જીવ ગુમાવી ચૂક્યા છે. પશ્ચિમી દેશોના અંદાજ મુજબ રશિયાના 1.8 લાખ સૈનિકો યુદ્ધમાં માર્યા ગયા છે જ્યારે 1 લાખ યુક્રેનિયન સૈનિકો યુદ્ધના મેદાનમાંથી પાછા ફર્યા નથી. આ સિવાય યુક્રેનમાં કુલ 63 લાખ લોકોને ઘર વિહોણા થવું પડ્યું છે. આ લોકોને સ્થળાંતર કરીને દેશમાં જ કોઈ સ્થળે રહેવું પડી રહ્યું છે અથવા પોલેન્ડ અને જર્મની જેવા પાડોશી દેશો તરફ વળ્યા છે.

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પંચનું કહેવું છે કે આ યુદ્ધે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું વિસ્થાપન સંકટ સર્જ્યું છે. જોકે, પોલેન્ડ અને જર્મનીએ વિસ્થાપિતોને જગ્યા આપવામાં ઉદારતા દાખવી છે. પોલેન્ડે 15 લાખ અને જર્મનીએ 10 લાખથી વધુ લોકોને આશ્રય આપ્યો છે. એટલું જ નહીં, આ સંકટે મોટી સંખ્યામાં યુક્રેનિયનોને પણ ગરીબીના કીચડમાં ધકેલી દીધા છે. યુક્રેનમાં 40 ટકા નાગરિકો માનવતાવાદી સહાયતાના આધાર પર છે. આ સિવાય 60 ટકા લોકો એવા છે જે ગરીબીમાં જીવી રહ્યા છે. ત્યારે, યુક્રેને પણ 139 અબજ ડોલરના મૂલ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નુકસાન પણ વેઠવું પડ્યું છે. યુક્રેનને આવા જાન-માલના નુકસાનમાંથી બહાર આવવામાં લાંબો સમય લાગી શકે છે

Continue Reading

Previous: નાગાલેન્ડમાં પીએમ મોદીની ડ્રેસિંગ સ્ટાઇલે જમાવ્યું આકર્ષણ, જુઓ શું છે તેમાં ખાસ
Next: અક્ષય કુમારનો પુત્ર આરવ બોલીવુડમાં ક્યારે ડેબ્યુ કરશે? એક્ટરે આપ્યો જવાબ

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
uose82pb
  • WORLD

ટ્રમ્પે ચીન પર ટેરિફ બોમ્બ ફોડયો 104 ટકા ટેરિફનો આજથી અમલ

Real April 9, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.