Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • યુક્રેનમાં હવાઈ હુમલાની સાયરન… પરંતુ બાઈડન ટ્રેનથી પહોંચ્યા:યુદ્ધ વચ્ચે કિવને નો-ફ્લાય ઝોન જાહેર કરાયો, અમેરિકન મિસાઈલ પણ એક્ટિવ હતી
  • WORLD

યુક્રેનમાં હવાઈ હુમલાની સાયરન… પરંતુ બાઈડન ટ્રેનથી પહોંચ્યા:યુદ્ધ વચ્ચે કિવને નો-ફ્લાય ઝોન જાહેર કરાયો, અમેરિકન મિસાઈલ પણ એક્ટિવ હતી

Real February 20, 2023
kjr6cyv9
Spread the love

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સોમવારે અચાનક યુક્રેનની રાજધાની કિવ પહોંચ્યા. ત્યાં તે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડોમીર ઝેલેન્સ્કી સાથે દેખાયા. બાઈડનનો આ પ્રવાસ ચોંકાવનારો છે. રાષ્ટ્રપતિ બાઈડન પોલેન્ડ ગયા. ત્યાંથી ટ્રેન દ્વારા કિવ પહોંચ્યા.

એક રિપોર્ટ અનુસાર, બાઈડન કિવ પહોંચ્યા તેની પહેલાં વિસ્તારને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો. આ દરમિયાન અમેરિકન મિસાઈલ શિલ્ડ પણ એક્ટિવ મોડમાં હતી. ‘કિવ ઈન્ડિપેન્ડેન્ટ’ અનુસાર- સમગ્ર કિવમાં માત્ર એ જ દેખાઈ રહ્યું હતું કે કોઈ ખાસ વ્યક્તિ રાજધાની પહોંચી રહ્યા છે. બાઈડનની વિઝિટ પહેલાં કિવમાં તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા હતા.

બાઈડનના આવવાથી 22 મિનિટ હવાઈ હુમલાની સાયરન વાગી
બાઈડનના આવવાનું અનુમાન કોઈને નહોતું. માત્ર 22 મિનિટ પહેલાં જ રશિયાના હવાઈ હુમલાની સાયરન વાગી હતી. આથી દરેક લોકો એલર્ટ મોડ પર હતા. થોડી મિનિટ પછી એક બ્લેક શેવરલે કારમાં બાઈડન નજર આવ્યા. બાઈડનની વિઝિટ એટલે આટલી મહત્ત્વની થઈ જાય છે, કારણ કે માત્ર ચાર દિવસ પછી રશિયાના હુમલાના એક વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. બાઈડને વ્હાઈટ હાઉસમાં સ્પષ્ટ કરી દીધું હતું કે તે કોઈ પણ પરિસ્થિતિમાં યુક્રેનનો સાથ નહીં છોડે

રશિયાની ઈન્ટેલિજન્સ નિષ્ફળ, બાઈડનના આવવાનો અણસાર પણ ન લાગ્યો
ખાસ વાત તો એ છે કે બાઈડને પોલેન્ડ પ્રવાસ કર્યો અને ત્યાં રાષ્ટ્રપતિ આંદ્રેઝ ડૂડા સાથે મુલાકાત કરી. તેની થોડી જ મિનિટ પછી હિપ્લોમેટિક કેબલના માધ્યમથી રશિયાને જાણ કરવામાં આવી કે VVIP મૂવમેન્ટ છે અને કિવને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયન ઈન્ટેલિજન્સ એજન્સીને અણસાાર પણ ન આવ્યો કે બાઈડન કિવ પહોંચી શકે છે. કિવમાં યુક્રેનની ફોરેન મિનિસ્ટ્રી સામે બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને થોડી જ મિનિટોમાં બાઈડન ગાડીમાંથી ઊતર્યા.

ચીન-રશિયાને મજબૂત સંદેશ- યુક્રેન યુદ્ધમાં એકલું નથી
કિવમાં બાઈડનનું આગમન સ્પષ્ટપણે ચીન અને રશિયા માટે એક મજબૂત સંદેશ છે. યુક્રેનના પત્રકાર ઉવર નેસે કહ્યું- બે દિવસ પહેલાં બાઈડને સ્પષ્ટ કર્યું હતું કે યુક્રેનના મુદ્દે ચીન રશિયાનું સમર્થન કરી રહ્યું છે. પેન્ટાગોને એમ પણ કહ્યું હતું કે અમેરિકામાં ચીનના જાસૂસી બલૂનનું દેખાવું અને આ મામલે ઈરાનની સક્રિય નીતિ સ્પષ્ટ સંકેત છે કે ખીચડી પાકી રહી છે. જો આવું થશે તો અમેરિકા અને નાટો યોગ્ય રીતે જવાબ આપશે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: PM હોય કે CM, રાજાનો આદેશ માનવો જ પડશે:નાગાલેન્ડના ગામમાં ચૂંટણી પહેલાં જ નક્કી થાય છે, કઇ પાર્ટીને વોટ આપવાનો છે
Next: લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા રક્ત સેવા સિદ્ધિ મહોત્સવ ઉજવાયો

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
uose82pb
  • WORLD

ટ્રમ્પે ચીન પર ટેરિફ બોમ્બ ફોડયો 104 ટકા ટેરિફનો આજથી અમલ

Real April 9, 2025

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.