
દક્ષિણ આફ્રિકાના રેપર Kiernan Jarryd Forbes જે AKA તરીકે ઓળખાય છે, તેમની દક્ષિણ આફ્રિકાના ડરબનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, રેપર શુક્રવારે રાત્રે ફ્લોરિડા રોડ પર એક રેસ્ટોરન્ટની બહાર થયેલા ડ્રાઇવ-બાય શૂટીંગમાં રેપરને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઘટનાના કેટલાક અહેવાલો સૂચવે છે કે રેપરના નજીકના મિત્રએ પણ ગોળીબારમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો જ્યારે તેના બોડીગાર્ડને ઇજા પહોંચી હતી.