હિન્ડેનબર્ગનો રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેર તો જાણે પત્તાના મહેલની જેમ ધરાશાયી થવા લાગ્યા છે. જેના લીધે વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં બીજા ક્રમે બિરાજિત અદાણી એકાએક ટોપ-20માંથી જ બહાર ફેંકાઈ ગયા.
2023-24નું રેલવે બજેટ જ 2.40 લાખ કરોડ રૂ.
અત્યાર સુધીમાં અદાણી ગ્રૂપની માર્કેટ કેપિટલાઈઝેશનમાં કુલ 10 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થઈ ચૂક્યો છે. આ રકમ એટલી મોટી છે કે તેનો અંદાજ તમે એનાથી જ લગાવી શકો છો કે નાણાકીય વર્ષ 2023-24નું રેલવે બજેટ જ 2.40 લાખ કરોડ રૂ. છે. એટલે કે અદાણીને તેના કરતાં પણ 5 ગણું વધારે નુકસાન વેઠવું પડ્યું છે.
પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લગભગ બે લાખ કરોડ રૂ.નું બજેટ
એક રીતે અદાણી ગ્રૂપને 10 દિવસમાં જેટલું નુકસાન થયું છે એટલી રકમથી તો ભારતના 80 કરોડ લોકોને આશરે 5 વર્ષ સુધીનું રેશન મફતમાં મળી જાય. કેન્દ્ર સરકારે આ વર્ષ માટે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લગભગ બે લાખ કરોડ રૂ.નું બજેટ ફાળવ્યું છે અને અદાણી જૂથને ૧૦ લાખ કરોડ રૂ.નું નુકસાન થયું છે.
