
મૂળ સૌરાષ્ટ્રના બળેલ પીપળીયા ના વતની એવા શ્રી રમેશભાઈ લક્ષ્મણભાઈ દુધાતના નાના દીકરા હાર્દિક ના લગ્ન કુંકાવાવ ના વતની શ્રી વાલજીભાઈ લક્ષ્મણભાઈ ઠુંમર ની દીકરી મહેશ્વરી સાથે તારીખ ૧૪-૦૨-૨૦૨૩ ના રોજ યોજાયા હતા કન્યાના માતા-પિતા શ્રીમતિ ભાવનાબેન તથા શ્રી વાલજીભાઈ ઠુંમર ને સંતાનમાં માત્ર દીકરી હતી. દીકરો નથી. તેથી દીકરાને પરણાવવાના કોડ હોય તે સ્વભાવિક છે અને વરરાજા ના માતા પિતા શ્રી રમેશભાઈ તથા શ્રીમતિ કિરણબેનને દીકરી નથી. તેથી વર-કન્યાની જાણે અદલાબદલી કરી કન્યાપક્ષે દીકરાને પરણાવવાના કોડ પૂરા કરવા અને વરપક્ષે દીકરીના કન્યાદાનનો હરખ પૂરો થાય તેવી સમજણ થઇ અને રચાયો અનોખો લગ્નોત્સવ…. લોકો જોતા રહી ગયા હતા.
લગ્નમાં કન્યા તરફના મહેમાનો વરરાજાને લઈ ટોલ વગાડતા મંડપે આવ્યા હતા, અને દીકરાના માતા-પિતા અને મહેમાનો કન્યાને લઈ જાનનુ સામૈયુ લઈને આવકારવા ગયા હતા. માત્ર ઔપચારિકતા ન રહે તે માટે દીકરા ના મોટાભાઈ ભાર્ગવ દુધાત જે આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર છે.તેમણે જવતલ હોમી ભાઈ તરીકેની ફરજ નિભાવી હતી.કન્યાને ભાઈની ખોટ પાડવા દીધી ન હતી. શ્રી રમેશભાઈ તથા શ્રીમતિ કિરણબેને વહુ ને પોતાના ઘેર દીકરી તરીકે લઈને ગયા હતા.
સામાજિક પરિવર્તન તરફ દિશા આપતી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત ના પ્રમુખ શ્રી કાનજીભાઈ આર. ભાલાળ તથા અશ્વિનભાઈ ગજેરા વગેરે ઉપસ્થિત રહી નવયુગલોને શુભેચ્છા તથા બંને પરિવારને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. ખૂબ સામાન્ય રોજગાર ધરાવતા શ્રી રમેશભાઈ દુધાતે બંને દીકરાને ભણાવીને એકને R.T.O ઇન્સ્પેક્ટર તરીકે અને બીજા દીકરા ભાર્ગવ ને ગુજરાત ગેસ કંપની માં નોકરી સુધી પહોંચાડ્યા છે ખૂબ સમજણો આ દુધાત પરિવારે જન સમાજને મોટો સંદેશ આપ્યો છે