
BCCIના ઐતિહાસિક નિર્ણય પછી વુમન્સ પ્રીમિયર લીગ (WPL)નું પહેલું ઓક્શન શાનદાર રહ્યું હતું. કુલ 87 ખેલાડીઓ ઉપર પાંચ ટીમે 59.50 કરોડ રૂપ્યા ખર્ચ કર્યા હતા. જેમાંથી 30 વિદેશી અને 57 ભારતીય ખેલાડીની બોલી લાગી હતી. દિલ્હી, ગુજરાત અને બેંગલુરુએ સૌથી વધુ 18-18 ખેલાડીઓ ખરીદ્યા હતા. UPએ સૌથી ઓછા 16 ખેલાડીઓને ખરીદ્યા હતા. તો મુંબઈએ 17 ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સ્મૃતિ મંધાનાને 3.40 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. તેઓ ઓક્શનના સૌથી મોંઘા ખેલાડી બન્યા હતા. તો ઇંગ્લેન્ડની નેતાલી સીવર અને ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનરની 3.20 કરોડ રૂપિયામાં બોલી લાગી હતી. આ બન્ને પ્લેયર્સ સૌથઈ મોંઘી વિદેશી પ્લેયર્લ રહી હતી.
દિલ્હી કેપિટલ્સે ટીમ ઈન્ડિયાની વિસ્ફોટક ઓપનર શેફાલી વર્મા અને જેમિમા રોડ્રિગ્સને ખરીદ્યા હતા. ત્યારે હવે આગળની સ્ટોરીમાં આપણે પાંચેય ટીમની ઓક્શન સ્ટ્રેટેજી અને ટીમની ખેલાડીઓ પર નજર કરીશું. આ ટીમની સંભવિત કેપ્ટન, ટૉપ પ્લેયર્સની સાથે સ્ટ્રેન્થ અને વીકનેસ વિશે પણ જાણીશું…
સૌથી પહેલા ગ્રાફિકમાં જુઓ WPL ઓક્શનની 10 સૌથી મોંઘી પ્લેયર્સ..
હવે જાણો ટીમ વિશે…
1. દિલ્હી કેપિટલ્સ (DC)… મેગ લેનિંગ-જેમિમા રોડ્રિગ્સ (કેપ્ટન)
દિલ્હીએ ઓક્શનમાં સૌથી સ્માર્ટ પ્લેયર્સ ખરીદ્યા છે. ટીમ સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર, એશ્લે ગાર્ડનર જેવા મોટા નામોની પાછળ બોલી જ નહોતી લગાવી. તેઓએ પોતાનું પર્સ બચાવી રાખ્યું અને ભારતની સ્ટાર બેટર શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સને ટીમમાં સામેલ કરી લીધા હતા. તેઓએ ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગને પણ પોતાની ટીમમાં સામેલ કરી હતી.
ઓક્શનના અંતમાં એ હાલાત હતી કે તેઓએ પોતાના પર્સમાં 35 લાખ રૂપિયા બચાવી રાખ્યા હતા અને તેમની પાસે 12 ભારતીય ખેલાડીઓ સહિત 6 મોટી વિદેશી ખેલાડીઓ પણ ટીમમાં આવી ગઈ હતી. જેમાંથી 4 ફ્રન્ટલાઇન બેટર્સ, 2 ટૉપ ક્લાસ બોલર્સ, 5 વર્લ્ડ ક્લાસ ઓલરાઉન્ડર્સ અને ઈન્ડિયા વુમન્સ ટીમથી રમી ચૂકેલી વિકેટકીપર તાનિયા ભાટિયાને પણ ટીમમાં સામેલ કરી લીધી હતી
સ્ટ્રેન્થ: ટીમમાં 6 ઈન્ટરનેશનલ ઓલરાઉન્ડર્સ છે. તેમાંથી 5 તો T20 વર્લ્ડ કપ રમી રહ્યા છે. ટીમમાં 7 ઈન્ટરનેશનલ ઈન્ડિયન પ્લેયર્સ પણ છે. એસોસિએટ દેશની તારા નૉરિસને પણ સામેલ કરી છે. ટીમની પ્લેઇંગ ઇલેવન અન્ય ટીમની સામે સૌથી પરફેક્ટ બનતી નજર આવે છે.
વીકનેસ: એક્સ્ટ્રા પ્લેયર્સમાં અનુભવની અછત છે. ટૉપ પ્લેયર્સના ઈજા થવાની સ્થિતિમાં સમસ્યા આવી શકે છે. વિદેશી વિકેટકીપર ઉપર પર દાવ ના લગાડવું પણ ભારી પડી શકે છે.
કેપ્ટન: મેગ લેનિંગ અથવા જેમિમા રોડ્રિગ્સમાંથી કોઈ એકને લીડરશિપ સોંપવામાં આવી શકે છે. લેનિંગ ઓસ્ટ્રેલિયાની કેપ્ટન પણ છે. તો જેમિમા ઈન્ડિયન પ્લેયર હોવાના કારણે પણ કેપ્ટન બની શકે છે.
સંભવિત પ્લેઇંગ-11
શેફાલી વર્મા, મેગ લેનિંગ, જેમિમા રોડ્રિગ્સ, મેરિજન કૈપ, લૌરા હૈરિસ, તાનિયા ભાટિયા (વિકેટકીપર), એલીસ કૈપ્સી-જેસ જોનાસેન, શિખા પાંડે, રાધા યાદવ તારા નૉરિસ અને તિતાસ સાધુ.
એક્સ્ટ્રા: સ્નેહા દીપ્તિ, જસિયા અખ્તર, અપર્ના મંડલ, અરુંધતિ રેડ્ડી, મિન્નુ મની, પૂનમ યાદવ અને એલીસ કૈપ્સી-જેસ જોનાસન.
2. મુંબઈ ઈન્ડિયન્સ (MI)… હરમનપ્રીત કૌર (કેપ્ટન)
મુંબઈએ સ્મૃતિ મંધાના પર મોટો દાવ લગાવ્યો હતો, પરંતુ તેમને ખરીદી શકી નહોતી. ત્યારબાદ સેટ-1માં તેમણે ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરને માત્ર 1.80 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. જેના કારણે ઇંગ્લિશ ઓલરાઉન્ડર નેતાલી સીવરે બ્રંટ પર સારી બોલી લગાવી અને તેને 3.20 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કરી લીધી હતી. મુંબઈએ ઓલરાઉન્ડર્સને ખરીદવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
શરૂઆતમાં તમામ 6 વિદેશી ખેલાડીઓને ખરીદવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આની અસર એ થઈ કે અંતે ટીમે ઘણા ખેલાડીઓને એટલા માટે ખરીદવા પડ્યા કારણ કે ટીમની સાઇઝ પૂરી નહોતી થતી. મેનેજમેન્ટે 6 વિદેશી અને 11 ભારતીય ખેલાડીઓને ખરીદવામાં કુલ 12 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ભારતીય ખેલાડીઓમાંથી માત્ર 4 જ ઈન્ટરનેશનલનો અનુભવ ધરાવે છે. તેમાંથી માત્ર હરમનપ્રીત અને પૂજા જ વર્લ્ડ ક્લાસ પ્લેયર છે.
વીકનેસ: પેસર્સ જ નથી. ડોમેસ્ટિક પ્લેયર્સ વધુ ખરીદ્યા છે. પરંતુ વૉટૉપ ક્લાસ ખેલાડીઓ ઓછા છે. વિકેટકીપર યાસ્તિકા ભાટિયા પર વધપ ખર્ચી દીધા હતા, જેના કારણે ટૉપ ક્લાસ ફાસ્ટ બોલર્સને ખરીદી શક્યા નહોતા. પ્લેઇંગ-11 અત્યારે તો વીક નજર આવે છે.
સ્ટ્રેન્થ: હરમનપ્રીત કૌરને ટીમમાં લીધી છે. બધા જ વિદેશી પ્લેયર્સ વર્લ્ડ ક્લાસ છે. અમીલિયા કેર, નેતાલી સીવર અને હીથર ગ્રાહમ જેવા પ્લેયર્સ ગેમચેન્જર છે. ઓલરાઉન્ડર્સમાં ભારતની પૂજા વસ્ત્રાકરને ખરીદી છે.
કેપ્ટન: હરમનપ્રીત કૌરથી બીજું કોઈ સારું ઓપ્શન આના માટે છે જ નહીં. ટીમમાં અનુભવી મૈથ્યૂઝ અને નેતાલી સીવર પણ છે, પરંતુ આ બન્નેમાંથી કોઈ એક વાઇસ કેપ્ટન બની શકે છે.
સંભવિત પ્લેઇંગ-11
યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હેલી મૈથ્યૂઝ / ક્લો ટ્રાયન, અમીલિયા કેર, હરમનપ્રીત કૌર, હીથર ગ્રાહમ, નેતાલી સીવર બ્રંટ, પૂજા વસ્ત્રાકર, અમનજોત કૌર, સાઇકા ઇશાકા, નીલમ બિષ્ત અને સોનમ યાદવ.
એક્સ્ટ્રા: ધરા ગુજ્જર, પ્રિયંકા બાલા, હુમાયરા કાઝી, જીંતિમની કલિતા, હેલી મૈથ્યૂઝ / ક્લો ટ્રાયન અને ઇઝાબેલા વોન્ગ.
3. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)… સ્મૃતિ મંધાના (કેપ્ટન)
RCBએ તેમની લેગેસી જાળવી રાખી છે અને ઓક્શનમાં સૌથી મોંઘી ખેલાડીનો સમાવેશ કર્યો છે. 3.40 કરોડ ચૂકવીને સ્મૃતિ મંધાનાને ખરીદ્યા છે. પછી તમામ વિદેશી ખેલાડીઓને ખૂબ જ ઓછી રકમમાં ખરીદ્યા છે. સ્ટાર વિકેટકીપર રિચા ઘોષ, બોલર રેણુકા સિંહ અને ઓસ્ટ્રેલિયાની એલિસ પેરી જેવા મોટા નામો સાથે ટીમ ખૂબ જ મજબૂત લાગે છે.
ટીમ મેનેજમેન્ટે 11.90 કરોડ રૂપિયા ખર્ચીને 12 ભારતીય અને 6 વિદેશી ખેલાડીઓને ખરીદ્યા છે. પરંતુ, 12 ભારતીયોમાંથી માત્ર 3 પાસે ઈન્ટરનેશનલનો અનુભવ છે. પ્લેઇંગ-11માં બાકીના 9 ખેલાડીઓમાંથી 4નો સમાવેશ કરવો ભારે પડી શકે છે
વીકનેસ: સ્પિનર્સની ભારે અછત છે. ખાસ કરીને ડોમેસ્ટિક સ્પિનર્સ ખરીદવામાં ફોકસ નથી રાખ્યું. ડોમેસ્ટિક ઓલરાઉન્ડર્સમાં કોઈ મોટું નામ નથી. સ્પિનર્સની અછતથી પ્લેઇંગ-11 વીક દેખાઈ આવે છે.
સ્ટ્રેન્થ: સૌથી અટેકિંગ બેટિંગ લાઇન-અપ RCBની જ છે. મોટા-મોટા નામોને ટીમમાં સામેલ કર્યા છે. 6માંથી 5 વિદેશી ખેલાડીઓ કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમને જિતાડી શકે છે. સ્મૃતિ, રિચા અને રેણુકા આ ત્રણેય પ્લેયર્સ શાનદાર છે.
કેપ્ટન: સ્મૃતિ મંધાના જ કેપ્ટન બનશે. ઈન્ડિયા વુમન્સ ટીમના વાઇસ કેપ્ટન પણ છે. આ ઉપરાંત તેઓએ વુમન્સ T20 ચેલેન્જર્સ ટ્રોફીમાં ટ્રૈલબ્લેઝર્સ ટીમની કેપ્ટનશિપ પણ કરી છે. તો એલિસ પેરી વાઇસ કેપ્ટન બની શકે છે.